રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણ શહેરના માગૅ પર આખલાઓનું યુદ્ધ જામતાં લોકોમાં ભય માહોલ છવાયો

પાટણ શહેરના માગૅ પર આખલાઓનું યુદ્ધ જામતાં લોકોમાં ભય માહોલ છવાયો
પાલિકા તંત્ર  શહેરીજનોને રખડતાં ઢોરોના ત્રાસથી મુકિત આપવવા ઢોર ડબ્બાની નકકર કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં સજૉયેલી રખડતાં ઢોરોની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ બની હોય તેમ શહેરના મુખ્ય બજાર માગૅ સહિત મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરો નો જમાવડો જોવા મળી રહ્યો છે તો આવા રખડતાં ઢોરો ના જામતાં શિંગડા યુધ્ધ ના કારણે અનેક શહેરીજનો ઈજાગ્રસ્ત બનવાની સાથે મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ પણ અવાર નવાર પ્રકાશમાં આવતાં હોવા છતાં તંત્ર દ્વારા રખડતાં ઢોરોની સમસ્યા નિવારવા નકકર કામગીરી ન કરાતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. શુક્રવારે સવારે શહેરના જોગીવાડા થી બુકડી રોડ પર બે આંખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતાં લોકો ભયભીત બન્યા હતા અને રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.  જોકે કેટલાક યુવાનોએ સાહસ કરી આ આખલા યુદ્ધ ને શાત કરવા પાણીનો મારો ચલાવી લાકડી ધોકા વડે બન્ને આખલાઓને મહા મુસીબતે છુટા પાડી વિસ્તાર માથી ભગાડતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત લોકોએ રાહત અનુભવી હતી. પાટણ શહેરમાં અવાર નવાર જોવા મળતા આવા આખલા યુદ્ધ ના દ્રશ્યો ને દુર કરવા પાલિકા તંત્ર દ્વારા સાચા અર્થમાં શહેરમાં ઢોર ડબ્બા ની ઝૂંબેશ હાથ ધરી શહેરીજનોને ભોગવવી પડતી રખડતાં ઢોરો માથી મુકિત અપાવે તેવી માગ પ્રબળ બની છે.    

સંબંધિત સમાચાર