રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 માર્ચ, 2025| Super Admin

વડગામ પંથકના ખેડૂતોને ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સમાં રોકેલ નાણાં પરત ન મળતા રોષ

વડગામ પંથકના ખેડૂતોને ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સમાં રોકેલ નાણાં પરત ન મળતા રોષ
બેંક ઓફ બરોડાની શાખામાં બેસતા ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટે છેતરપિંડી કરી હોવાની રાવ નવ જેટલા ખેડૂતોએ 25 લાખ જેટલી રકમ પરત મેળવવા કલેકટર કચેરીએ રજૂઆત કરી; વડગામ ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બેસી ખેડૂતો પાસે ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં આકર્ષક વ્યાજ દર આપવાની લાલચ આપી રોકાણ કરાવતા આ વિમા કંપનીમાં એજન્ટે નવ જેટલા ખેડૂતો પાસે રોકાણ કરાવેલ 25 લાખ જેટલી રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હોવાની રાવ ઉઠી છે.જે મામલે ભોગ બનનાર ખેડૂતોએ પાલનપુર કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી તેમના નાણાં પરત મળે તે દિશામાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વડગામ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં વર્ષ 2024 માં માર્ચ મહિનામાં ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ આશુભાઈ નામના વ્યક્તિએ બેંકમાં આવતા ખેડૂતોને વહેલું પ્રીમિયમ ભરશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી નવ ખેડૂતોની એફડીઓ તોડાવીને તેમના પાસેથી 25 લાખ જેટલી રકમ મેળવી હતી. બાદમાં આ રકમની પાવતી કે પહોંચ આપવામાં ન આવતા ખેડૂતો દ્વારા બેંક મેનેજરને રજૂઆતો કરવામાં આવતા બેંક મેનેજર દ્વારા તેમને પૈસા પરત મળી જશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું જેમાં આ નવ ખેડૂતોને એક વર્ષ વીતવા છતાં તેમના પૈસા પરત ન મળતા તેમજ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં ન આવતા છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતો ન્યાય મેળવવા પાલનપુર કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા જ્યા લેખિત રજૂઆત કરી ઇન્ડીયા ફસ્ટના એજન્ટ આશુભાઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર