ભાભર -ખડોસણ વચ્ચે રેલ્વે ક્રોસિંગ અંડર ગ્રાઉન્ડ ગરનાળામાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને હાલાકી

દર ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ જતા ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલ; ભાભરમાં રેલ્વે તંત્રની બેદરકારીથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ભાભરમાંથી પસાર થતી રેલ્વે લાઈનના ભાભર -ખડોસણ ગામને જોડતા રસ્તા ઉપરથી પસાર થતાં રેલ્વે પાટાના ક્રોસિંગ માટે રેલ્વે દ્વારા અંડર ગ્રાઉન્ડ ગરનાળું બનાવ્યું છે. આ વિસ્તારમાં આજુબાજુ ખેતરોમાં રહેતા ખેડૂતો ગરનાળામાંથી અવરજવર કરે છે પરંતુ થોડોક પણ વરસાદ પડે અને અંડર ગ્રાઉન્ડ ગરનાળું પાણીથી ભરાઈ જાય છે. જેના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતો માટે રેલ્વે ક્રોસિંગ કરવું માથાના દુખાવા સમાન બની જાય છે. ખેડૂતોની માંગ છે કે રેલ્વે તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ ગરનાળામાંથી વરસાદી પાણી નિકાલ માટે કોઈક કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે.
ટેગ્સ:#bhabhar#Government Accountability#infrastructure failure#Monsoon challenges#Rural Infrastructure#Rainwater Accumulation#Monsoon Flooding#Agricultural Mobility#Railway Negligence#Culvert Flooding#Poor Drainage System#Seasonal Disruption#Khadosan#Gujarat Rural Issues
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
