રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ

બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ
ખેડૂતોના હિતમાં રજુઆત કરે તે પહેલાં નજરકેદ કરાયા; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક સુઇગામથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ ધરે તે પૂર્વે જ ખેડૂતોના હિતમાં રજુઆત કરે તે પહેલાં પોલીસ દ્વારા લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ, થરાદ, દાંતા, વડગામ અને દિયોદરના ખેડૂત આગેવાનોની ધરપકડ કરી નજરકેદ કરાયા હતા. આ બાબતે જસાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,અમો પ્રજાના હિતના કાર્યક્રમમાં ખેડૂતોના હીતની રજૂઆતો એટલે કે બનાસકાંઠામાંથી પસાર થતા ગાંધીનગર સુધીના ભારત માલા રોડના જમીન સંપાદનમાં ખેડૂતોને વળતરમાં કરાયેલ હળાહળ અન્યાય બાબતે રજુઆત કરીએ તે પહેલાં રાજ્ય સરકારે પોલીસને આગળ કરી અમારી ધરપકડ કરાવી છે. પણ જમીન સંપાદનમાં ખેડૂતોને મીટર દીઠ માત્ર રૂ.20 અને જે ઉદ્યોગપતિઓ અને નેતાઓએ જમીન એન.એ.કરાવી છે તેમને મીટર દીઠ રૂ.443 ચૂકવાય છે. તેનો વિરોધ કરીએ છીએ.તેમ છતાં ખેડૂતોના હિતની રજૂઆતો છતાં સરકાર અમારી ધરપકડ કરાવી ખેડૂત આગેવાનોને દબાવાનો પ્રયાસ કરે છે.અમો ભારત માલા રોડમાં 2025ની જંત્રી પ્રમાણે ખેડૂતોને સરકાર યોગ્ય ચૂકવણુ કરે તેના અનુસંધાને રજૂઆત કરવાના હતા એવા સમયે પોલીસને આગળ કરીને અમારી ધરપકડ કરવામાં આવી છે.અમો ખેડૂતોને અટકાયત કરીને આજની સરકાર શું સાબિત કરવા માંગે છે? એ સમજાતું નથી.પણ આગામી સમયમાં સરકારને ભોગવવું પડશે અને અમે યોગ્ય વળતર મેળવીને જ જંપીશું તેવો પુનરોચ્ચાર કર્યો હતો. જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ખેડૂત આગેવાનોને છોડી મુકવામાં આવ્યા હતાં.

સંબંધિત સમાચાર