રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

ચંડીસર વિસ્તારમાં ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડણીની પ્રવૃત્તિનો પર્દાફાશ

ચંડીસર વિસ્તારમાં ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડણીની પ્રવૃત્તિનો પર્દાફાશ
વાયરલ થયેલા વીડિયોના આધારે ગઢ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો પશુઓ ભરેલા વાહનો વિસ્તારમાંથી પસાર થવા દેવા રૂપિયાની માંગણી; બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકના ચંડીસર વિસ્તારમાં ગઢ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી પશુઓ લઈ જતા વાહનોને રોકી હપ્તાની માગણી કરતા હતા. ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં આરોપીઓ વાહનોને ચંડીસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માગણી કરતા હોવાનું ખુલવા પામ્યું છે. ગત 3 એપ્રિલ 2025ના રોજનો આ વીડિયો વાયરલ થયા બાદ ગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપીઓ સામે ખંડણી, મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌરક્ષાની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ અંગે ગઢના પી.આઈ.એ જણાવ્યું હતું કે, 3 એપ્રિલ 2025 નો વીડિયો વાયરલ થતાં તેના અનુસંધાને તપાસ કરતા જણાઈ આવેલ કે ચંડીસરના કેટલાક ઇસમો અહીંયાથી બકરા ભરેલી ટ્રકો પસાર થતી હોઈ એના ચાલકોને ખોટી રીતે હેરાન કરતા હોય તેવું જણાઈ આવેલ. જે બાબતે ટ્રક માલિક અને ચાલકને બોલાવી પૂછતાછ કરતા હકીકતમાં એવુ હતું કે આ ઈસમો જે હતા એ ચંડીસરના છે. જે લોકો પોતાની જાતને ગૌ રક્ષક કહેવરાવી જેટલાં વાહનો પશુઓને લઈ જતા હોય એમને ઉભા રાખવી પોતાનો હપ્તો બાંધવા કે અહીંયાથી ચંડીસર પસાર કરવું હોય તો અમને હપ્તો આપવો પડે, જેવી હકીકત ડ્રાયવર અને ટ્રક માલિક દ્વારા જણાઈ આવેલ. જે અનુંસંધાને ડ્રાયવરની ફરિયાદ લઇ ચાર સામે ગુનો નોંધ્યો છે.

સંબંધિત સમાચાર