રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા31 મે, 2025| Super Admin

પાલનપુરના ઢૂંઢિયાવાડીમાં દેવ ચેમ્બર્સ પાછળ ગંદકીનું સામ્રાજ્ય

પાલનપુરના ઢૂંઢિયાવાડીમાં દેવ ચેમ્બર્સ પાછળ ગંદકીનું સામ્રાજ્ય
સફાઈના અભાવે ગટરો ઉભરાતા રોગચાળાની ભીતિ; પાલનપુર શહેરના ઢૂંઢીયાવાડી વિસ્તાર માં દેવ ચેમ્બર્સના પાછળના ભાગમાં સફાઈના અભાવે ગટરો ઉભરાઈ રહી છે. ચેમ્બરોમાંથી પણ ગટરોનું ગંદુ પાણી બેક મારતા અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિક રહીશો એ સત્વરે સફાઈ કરાવવાની માંગ કરી છે. પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં દેવ ચેમ્બર્સ પાછળના ભાગમાં રહેણાંક મકાન આવેલા છે. જ્યાં જગદીશ ભાઈ, અશોકભાઈ અને શારદાબેન ઠાકોર સહિતના 20 જેટલા રહેણાંક મકાનો આગળ ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી ન હોઈ ગટરો ઉભરાઈ રહી છે. તો વળી ચેમ્બરોની પણ સફાઈ ન થતા ગટરનું ગંદુ પાણી બેક મારે છે. જેથી અહીં ગંદા પાણીનું મીની તળાવ ભરાતા લીલ બાઝી જવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તથા માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ મારતી હોઈ રોગચાળો ફેલાવવાની દહેશત સ્થાનીક રહીશો વ્યક્ત કરી રહયા છે. આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા સફાઈ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં અમારા વિસ્તારમાં નિયમિત સફાઈ થતી ન હોઈ હાલમાં અમો નર્કાગારની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ત્યારે સ્થાનિક નગરસેવકો સહિત પાલિકા તંત્ર સત્વરે આ સમસ્યાને હલ કરે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર