રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજું
બનાસકાંઠા22 ફેબ્રુઆરી, 2025| Super Admin

ભાભર તાલુકામાં યુજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

ભાભર તાલુકામાં યુજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
અલગ અલગ ૧૦ ટીમો ત્રાટકતા વીજ ચોરી કરતા શખ્સોમાં ફફડાટ; ભાભર તાલુકા તેમજ ભાભર શહેરમાં યુજીવીસીએલ દ્વારા ડ્રાઈવ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ ટીમો બનાવવામાં આવી હતી. ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના ૨૦ જેટલા ગામોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ખેતીવાડી, રેસિડન્સિ, કોમર્શિયલ સહિતનું વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ જેટલા લોકો વીજ ગેરરીતિ કરી વીજ ચોરી કરતા પકડાયા હતા.તેમને યુજીવીસીએલ દ્વારા રૂ.૫.૭૬ લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. વીજ ચોરી બાબતે ભાભર યુ.જી.વી.સી.એલ. નાયબ ઇજનેર આર.કે.પટેલને પુછતા જણાવ્યુ હતું કે ભાભર તાલુકામાં ડ્રાઇવ યોજી વિજિલન્સ સહિતની ૧૦ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વીજ ગેરરીતિ તેમજ વીજ ચોરી પકડાતાં દંડ ફટકારવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર