રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ2 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મોત : ઘટના CCTV માં કેદ થઈ

પાટણમાં હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મોત : ઘટના CCTV માં કેદ થઈ

બેફામ બાઇકચાલક વોકિંગ કરતા વૃદ્ધને ટક્કર મારી ફરાર

પાટણ શહેરમાં ટ્રાફિક અને બેફામ વાહનચાલકોની સમસ્યા વધી રહી છે. ગત રાત્રે  શહેરના અધારા દરવાજા થી ફાટીપાળ દરવાજા વચ્ચેના રોડ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી.જેમા રાત્રિ વોકિંગમાં નીકળેલા એક પ્રૌઢને બેફામ ગતિએ પસાર થઇ રહેલ બાઇક ચાલકે ટક્કર મારતાં પ્રૌઢ ને માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, પાટણની મોહનનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ તળશીભાઈ પટેલ (ઉંમર આશરે 50-55 વર્ષ) 30 જૂનની રાત્રે 9.00 થી 9.15 વાગ્યાના સુમારે જમીને વોકિંગ કરવા નીકળ્યા હતા. તેઓ હેરીટેજ પેટ્રોલ પંપ આગળથી પસાર થઈ રહ્યા હતા.તે જ સમયે અધારા દરવાજા તરફથી ફાટીપાળ દરવાજા તરફ એક બાઇક ચાલક અત્યંત ગફલતભરી રીતે મોટર સાયકલ હંકારીને આવી રહ્યો હતો. 

આ બાઇક ચાલકે સામેથી આવતા અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે તેનું મોટરસાયકલ રોડ પર ફંગોળાયું હતું.ફંગોળાયેલા બાઇકે વોકિંગ કરી રહેલા ભરતભાઈને પાછળના ભાગેથી પ્રચંડ ટક્કર મારી હતી.આ ભયાનક અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પટકાતાં તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત સર્જનાર બાઇક ચાલક ઇજાગ્રસ્ત પ્રૌઢને મદદ કરવા કે પોલીસને જાણ કરવાને બદલે, પોતાનું બાઇક ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.ઘટનાને નજરે જોનાર મૃતકના સાળા રાકેશકુમારે તાત્કાલિક ખાનગી વાહન અને ત્યાર બાદ 108  મારફતે ભરતભાઈને પાટણની ખાનગી  હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જયાં આઇસીયુ વિભાગમાં ફરજ પરના તબીબોએ તેમને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા,પરંતુ ગંભીર ઇજાઓના કારણે ગતરોજ સારવાર દરમિયાન જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અકસ્માતની ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય પાટણવાસીઓ આ બેફામ બાઇક ચાલકની વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર