રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જુલાઈ, 2026| Super Admin

હારીજના જાસ્કા ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

હારીજના જાસ્કા ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

એલ.સી.બી.ટીમે 60 બોટલ કિ. રૂ. 60100 ના મુદામાલ સાથે 3 ઈસમોની અટકાયત કરી 

પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે જિલ્લાના હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમ માંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી ડુપ્લિકેટ વિદેશી દારૂની 60 બોટલ કિ. રૂ. 60100 ના મુદામાલ સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ,પાલનપુર તથા પોલીસ અધિક્ષક પાટણ વી.કે.નાયીની સુચનાથી આગમી રથયાત્રા નિમિતે જીલ્લામાં કોમ્બીંગ નાઇટનુ અયોજન કરેલ હોઇ અને જેમાં અસરકારક કામગીરી કરી પાટણ જીલ્લામાંથી પ્રોહી/જુગાર લગતની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે વિસ્તારમાં કોમ્બીગ નાઇટ પેટ્રોલીંગમાં હતા. 

દરમ્યાન બાતમી હકીકત આધારે મોજે જાસ્કા તા.હારીજ ગામની અરીઠાવાળા આંટા તરીકે ઓળખાતી સીમમાં રાઠોડ ભરતસિંહ ભિખુજી નાઓના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઓરડીમાં રેડ કરતાં સ્થળ પરથી જાણીતી બ્રાંડ બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી નો ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની જરૂરી સાધન સામગ્રી અને ડુપ્લિકેટ વિદેશી દારૂની 60 બોટલ કિ. રૂ. 60100 ના મુદામાલ સાથે 3 ઈસમો ને પકડી  તમામ વિરૂધ્ધ હારીજ પો.સ્ટે ગુનો રજી કરી આગળની તપાસ હારીજ પો.સ્ટે ને સોપવામાં આવી છે.

પાટણ એલસીબીની રેડ દરમ્યાન પકડાયેલા શખ્સમાં

(1) ભરતસિંહ ભીખુજી રાઠોડ રહે.જાસ્કા તા.હારીજ જી.પાટણ મુળ રહે-ઉપલીયાસરા તા.સમી જી.પાટણ

(2) ચાંપરાજ સોમભાઇ કાઠી રહે.વિરમગામ, જુનીમીલ કંપાઉન્ડ તા.વિરમગામ જી.અમદાવાદ

(3) કુંવરસિંહ શીવુજીઝાલા રહે.શંખેશ્વર,પાર્શ્વનાથ સોસાયટી મકાન નં.70 તા.શંખેશ્વર જી.પાટણ નો સમાવેશ થાય છે જયારે આ ગુનામાં સંડોવાયેલા અને 

પકડવાના બાકી આરોપી

શીવરાજ મારવાડી રહે- જોધપુર રાજસ્થાન વાળા ને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Harij#foreign liquor

સંબંધિત સમાચાર