રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા10 મે, 2025| Super Admin

બનાસકાંઠામાં ઝડપાયેલ માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક નાશ કરાયો

બનાસકાંઠામાં ઝડપાયેલ માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક નાશ કરાયો
21 જેટલા ગુનામા કબજે કરાયેલ ગાંજો,પોષડોડા, ચરસ અને એમડી ડ્રગ્સ કરાયો જિલ્લામા રૂ.1.81 કરોડનો 4823 કિલો માંદક પદાર્થ ઝડપી લેવાયો હતો; બનાસકાંઠા જિલ્લામા વિવિધ પોલીસ મથકોની હદ વિસ્તારમાં પાછલા પાંચ વર્ષમાં જુદા જુદા 21 ગુનામા ઝડપેલા રૂ.1.81 કરોડ ઉપરાંતની કિંમતના માંદક પદાર્થોનો જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કચ્છના ભચાઉ નજીક એક ફેકટરીમાં નાશ કરવામાં આવ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામા વિદેશી દારૂની સાથે માંદક પદાર્થોની હેરાફેરી થતી હોય સ્થાનિક તેમજ એલસીબી, એસઓજી સહિતની પોલીસ દ્વારા માંદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સધન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા પાંચ વર્ષમા અંબાજી, અમીરગઢ, અગથળા, છાપી,ડીસા રૂરલ, થરા, શિહોરી,ધાનેરા,વડગામ, હડાદ સહિતના વિસ્તારોમા માંથી 21 જેટલા નાર્કોટિકસ ગુનામાં રૂ.1.81 કરોડ ઉપરાંતની કિંમતનો 4823 કિલો ગ્રામ પોષડોડા,ગાંજો,ચરસ, એમડી ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપાયો હતો જેનો નાશ કરવા કોર્ટે આદેશ કરતા જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પાલનપુર ડીવાઇએસપી, એસઓજી પીઆઇની ઉપસ્થિતિમાં માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક આવેલ જૂના કટારીયા ગામની સૌરાષ્ટ્રા એન્વાયરોમેન્ટ ફેક્ટરી ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર