રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

પેડાગડાના સરપંચ પડે ડો.કેતન જોશીની બિનહરીફ વરણી

પેડાગડાના સરપંચ પડે ડો.કેતન જોશીની બિનહરીફ વરણી
પેડાગડા ગ્રામ પંચાયતે ચૂંટણી પૂર્વે જ સમરસ બનવાનું બહુમાન મેળવ્યું પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદ માટે આજરોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સમય મર્યાદા માં ડો.કેતનભાઈ એન જોષી સિવાય બીજા કોઈ નું ઉમેદવારી ફોર્મ ન ભરાતા તેથી તેઓને બિન હરીફ ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરવા માં આવ્યા હતા. જે દિવસે ગ્રામ પંચાયત ની ચૂંટણી નું જાહેરનામું બહાર પડેલ તે દિવસે જ ડો.કેતન ભાઈ જોશીના ફાર્મ હાઉસ ઉપર પેડાગડા ગામ ના તમામ સમાજ ના તમામ લોકો ની એક ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં સૌ ગ્રામ જનોએ પેડાગડા ગામ પંચાયત માં સરપંચ તરીકે સુરેશદાન બી ગઢવી ની તથા ડેપ્યુટી સરપંચ તરીકે ડો. કેતન ભાઈ એન. જોષી ની સર્વાનુમતે નક્કી કરી ગુજરાતની સૌ પ્રથમ સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવાનું ગૌરવ મેળવ્યું હતું. દરમિયાન, આજે તમામ સભ્યો, સરપંચ તથા મોટી સંખ્યા માં ગ્રામ જનોની હાજરીમાં ડેપ્યુટી સરપંચ ની પ્રકિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ દ્વારા વિવિધ વિકાસ ના કામો સર્વ સમાજ ને સાથે લઈ કરવા ની ખાતરી આપવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી સરપંચ દ્વારા શિક્ષણ, આરોગ્ય, સ્વછતા અને જળ સંચયના કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તમામ સભ્યો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો હતો.

સંબંધિત સમાચાર