સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ૧૩૪મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામદેવ ટાઉનશિપના દાતાઓ દ્વારા કેક, શૈક્ષણિક કીટ, ચોકલેટ, નાસ્તો, શરબતનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરના બંધારણ અને એમના જીવન-સુત્ર શિક્ષિત બનો સંગઠીત રહો સંઘર્ષ કરો પર ચર્ચા કરી બાળકોને શિક્ષણ એજ કલ્યાણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેક કાપવામાં આવી હતી. દાતા અને મહેમાનોનું સન્માન કરાયુ હતું. વિવિધ રમતો રમાડી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય ભીમના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતું.
સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ

ટેગ્સ:#social awareness#birth anniversary#Community Celebration#Constitution of India#Cultural Programs#Dr. Bhimrao Ambedkar#Siddhpur Ramdev Township#Educational Kits#Bharat Ratna#Children’s Welfare#Educational Initiatives#Jai Bhim#Donor Recognition
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
