હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. આ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, રોડ રસ્તા અને રખડતા ઢોરના નિયંત્રણ સહિત વિવિધ વિષયો પર અરજદારો દ્વારા કુલ 16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગરમાં DDOની ઉપસ્થિતિમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ટેગ્સ:#sabarkantha#Himmatnagar#Gujarat Government#District Development Officer#Swagat Online Grievance Redressal Program
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
18 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
