રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 માર્ચ, 2026| Super Admin

ધાનેરાના કુંડી ગામે ખેતર મામલે વિવાદ: એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો

ધાનેરાના કુંડી ગામે ખેતર મામલે વિવાદ: એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો

ધાનેરા તાલુકાના કુંડી ગામની સીમમાં ખેતર મામલે થયેલા વિવાદમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે કુંડી ગામના ભમરાભાઈ હંસાજી ગમાર (ઉ.વ.૪૨), જાતે અનુસૂચિત જનજાતી અને વ્યવસાયે ખેતી મજૂરી કરતા, દ્વારા પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તા. 12 માર્ચ 2026ના રોજ રાત્રે અંદાજે 2:30 વાગ્યાના સુમારે ભમરાભાઈ પોતાના ભાગેથી રાખેલા ખેતરમાં સુતા હતા. તે સમયે બાજુના ખેતરમાંથી એક આખલો તેમના ખેતરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેઓ અને સાક્ષી દ્વારા આખલાને ખેતરમાંથી બહાર કાઢતા તે બાજુના ખેતરમાં ચાલ્યો ગયો હતો. આ દરમિયાન બાજુના ખેતરવાળા આરોપી ઈશ્વરભાઈ ગોદાજી પુરોહિત (રહે. કુંડી, તા. ધાનેરા) આખલા પાછળ લોખંડની પાઈપ લઈને દોડી આવ્યા હતા. ફરિયાદ મુજબ ફરી એકવાર આખલો ભમરાભાઈના ખેતરમાં પ્રવેશતા ભમરાભાઈએ આરોપીને “છેલ્લા ચાર દિવસથી આખલો અમારા ખેતરમાં છોડીને નુકસાન કેમ કરો છો? તેવી પૂછપરછ કરી હતી. આ વાતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયા અને જાતિ અપમાનિત શબ્દો બોલી ગાળો આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તે દરમિયાન ગાળો ન બોલવા જણાવતા આરોપીએ હાથમાં રહેલી લોખંડની પાઈપથી સાક્ષી રેશમબેનના પગે ઢીંચણ ઉપર માર મારતા તેમને ફ્રેક્ચર થયાનું જણાવાયું છે. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે પાંથાવાડા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 117(2), 351(3), 296(B), અટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R)(S), 3(2)(5-A) તેમજ GP Act 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશનના PI એમ.બી. બારડ સમક્ષ નોંધાઈ છે અને સમગ્ર મામલે આગળની તપાસ DYSP કૃણાલસિંહ પરમાર SC/ST સેલ પાલનપુરને સોંપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.      

સંબંધિત સમાચાર