રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે હાલાકી

ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે હાલાકી
કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે  પુરાણ ન થતા વાહનો પલટી જવાના બનાવો વધ્યા; ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામકાજમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવા બાબતે ચાલી રહેલી બેદરકારીને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે વાહનો, ખાસ કરીને બટાકા ભરેલા ટ્રેક્ટરો, ખાડામાં ફસાઈ જવાના અને પલટી ખાઈ જવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ બટાકા ભરેલા ત્રણથી વધુ ટ્રેક્ટરો પલટી ગયા છે. હાલમાં બટાકા કોલ્ડ સ્ટોરેજમાં ભરવાની સીઝન ચાલી રહી હોવાથી અને આ રસ્તા પર 20 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દિવસ-રાત બટાકા ભરેલા ટ્રેક્ટરોની અવરજવર રહે છે. પણ ખાડાઓના કારણે ટ્રેક્ટરો ફસાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છેઅને ટ્રાફિક જામ થવાથી લોકો પણ પરેશાન થાય છે. અગાઉ પણ આ રસ્તાની એક તરફ પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી. હવે ફરીથી બીજી તરફ ખોદકામ શરૂ થતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે. આ કામ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચાલી રહ્યું હોવાથી નગરપાલિકા પણ આ બાબતે કોઈ ફરિયાદ સાંભળતી નથી. સ્થાનિક લોકો અને ખેડૂતોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કોર્પોરેશન અને નગર પાલિકાને રજૂઆત કરી છે.

સંબંધિત સમાચાર