રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા23 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના વોર્ડનં. 10માં ભુગર્ભ ગટર યોજનાનું કામ શરૂ; સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા

ડીસાના વોર્ડનં. 10માં ભુગર્ભ ગટર યોજનાનું કામ શરૂ; સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા
સ્થાનિક રહીશોએ રાહત અનુભવી: ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો જેમાં કોઇક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા કોઇક વિસ્તારમાં ગટર વ્યવસ્થાની અસુવિધા, ક્યાંક રોડની, સફાઇની જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતાં મહદઅંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે. ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નં. 10 માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો. જેમાં વોર્ડ નં 10 માં રેલવે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઇન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું નહોતું. જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદું પાણી ભરાઇ જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે આજે વોર્ડ નં. 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્દભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઇન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સંબંધિત સમાચાર