રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળ પર જવાની ચીમકી

ડીસા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળ પર જવાની ચીમકી

ડીસા તાલુકામાં આવેલી વ્યાજબી ભાવની સરકારી અનાજની દુકાનોના સંચાલકોએ કમિશન સમયસર ન મળવાને કારણે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ડીસા તાલુકાના તમામ સંચાલકોએ મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી છે. સં​ચાલકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ સરકારની સૂચના મુજબ સમયસર અને યોગ્ય રીતે અનાજનો જથ્થો ગ્રાહકોને પૂરો પાડે છે. જોકે, તેમને સરકાર તરફથી મળતું કમિશન સમયસર આપવામાં આવતું નથી, અને જો આપવામાં આવે તો પણ તે ટુકડે-ટુકડે મળે છે. આને કારણે જ્યારે તેમને અનાજના જથ્થાના પૈસા ભરવાના હોય છે, ત્યારે તેઓ સમયસર તે ભરી શકતા નથી.સં​ચાલકોની મુખ્ય માંગણી એ છે કે તેમને સરકાર તરફથી મળતું કમિશન સમયસર અને પૂરેપૂરું એકસાથે આપવામાં આવે. જો તેમની આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ પર જશે. સં​ચાલકોએ વધુમાં જણાવ્યું કે જો તેઓ હડતાળ પર જશે, તો ગામડે-ગામડે કાર્ડધારકોને અનાજનો જથ્થો મળતો બંધ થઈ જશે, અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તેમણે આ રજૂઆત જિલ્લા પુરવઠા અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચાડીને આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા વિનંતી કરી છે.    

સંબંધિત સમાચાર