રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 માર્ચ, 2026| Super Admin

ડીસા તાલુકા પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ : બુટલેગરોમાં ફફડાટ

ડીસા તાલુકા પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ : બુટલેગરોમાં ફફડાટ
અનેક ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાના પગલે ડીસા તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. તાલુકાના વિવિધ ગામડાઓમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસે સપાટો બોલાવી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.​ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરી અને તેમની ટીમે ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂ તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઓપરેશન અંતર્ગત પોલીસની અલગ-અલગ ટીમોએ તાલુકાના અનેક ગામોમાં રેડ કરી હતી.પોલીસે જાવલ, ડાવસ, દામા, જોરાપુરા, કુચાવાડા, વિઠોદર, વરનોડા અને વરણ જેવા ગામોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા.રેડ દરમિયાન પોલીસે અનેક સ્થળોએ ચાલતા દેશી દારૂના અડ્ડાઓનો નાશ કર્યો હતો. આ સાથે જ પોલીસ દ્વારા દેશી દારૂનો જથ્થો અને વિદેશી દારૂની બોટલો પણ કબજે લેવામાં આવી છે. તાલુકા પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે દારૂ અને જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર