રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા નગરપાલિકાનું 'ખાડા રાજ': ખાડા પૂરવા ગયેલું ડમ્પર જ ભૂવામાં ગરકાવ, જેસીબીની મદદથી ભારે જહેમતે બહાર કઢાયું

ડીસા નગરપાલિકાનું 'ખાડા રાજ': ખાડા પૂરવા ગયેલું ડમ્પર જ ભૂવામાં ગરકાવ, જેસીબીની મદદથી ભારે જહેમતે બહાર કઢાયું

ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના નામે શહેરના મુખ્ય રસ્તાઓ પર પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટોર્મ વોટર લાઇન અને ભૂગર્ભ ગટરની લાઇનો નાખવા માટે મોટા પાયે ખોદકામ તો કરી દેવાયું, પરંતુ યોગ્ય પુરાણ ન કરાતાં હવે સમગ્ર શહેરના રસ્તાઓ મસમોટા ભૂવામાં ફેરવાઈ ગયા છે.આજે પડેલા માત્ર નજીવા વરસાદમાં પણ માર્ગો પર પડેલા ખાડાઓ પુરવા ગયેલું ડમ્પર પોતે જ એક વિશાળ ખાડામાં ખૂંપી ગયું હતું. ડમ્પર ફસાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને સ્થાનિકો તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આખરે મહા મુસીબતે જેસીબી મશીન બોલાવીને ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું.

​નોંધનીય છે કે, અગાઉ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ પાલિકાની કચાસ ખુલ્લી પડી ગઈ હતી અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૫થી વધુ વાહનો આ રીતે ખોદાયેલા ખાડાઓ અને ભૂવામાં ફસાયા હતા. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતાં પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે. શહેરના મુખ્ય માર્ગો પર પડેલા જોખમી ભૂવાઓ અને ખાડાઓના કારણે અકસ્માતનો સતત ભય રહે છે. પાલિકાની આવી ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે તમામ રસ્તાઓનું યોગ્ય અને મજબૂત પુરાણ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

ટેગ્સ:#Deesa#Disa Municipality

સંબંધિત સમાચાર