રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મંત્રીમંડળમાં સ્થાન : બનાસકાંઠામાં આનંદની લાગણી

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મંત્રીમંડળમાં સ્થાન : બનાસકાંઠામાં આનંદની લાગણી
આજે ડીસા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે. ડીસાના લોકલાડીલા ધારાસભ્ય અને કર્મનિષ્ઠ નેતા પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી જનસેવા માટે સમર્પિત રહેલા પ્રવીણભાઈ માળીને મંત્રી પદ મળવાથી બનાસકાંઠાના લોકો હૃદયપૂર્વક આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. ​નિષ્ઠા અને મહેનતનું જ્વલંત ઉદાહરણ ​ પ્રવીણભાઈ માળીને રાજકીય સફર પારદર્શિતા અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. ધારાસભ્ય તરીકે તેમણે ડીસાના વિકાસ માટે જે કુશળતાપૂર્વક કામગીરી કરી છે, તેનાથી ડીસાની શકલ બદલાઈ છે. તેમનો શાંત સ્વભાવ, સરળતા અને પ્રજાલક્ષી કાર્યશૈલી હંમેશા પ્રેરણાદાયી રહી છે. સરકારે તેમની આ નિષ્ઠા અને મહેનતની યોગ્ય નોંધ લીધી છે, જે તેમના જ્વલંત સમર્પણનું પ્રમાણ છે. ​વિકાસના વિઝનનું સન્માન ​ડીસાના વિકાસ માટે પ્રવીણભાઈ માળીનું વિઝન અને સમર્પણ અતુલનીય છે. છેવાડાના માણસ સુધી સુવિધાઓ પહોંચાડવાના તેમના પ્રયાસોને હવે રાજ્ય કક્ષાએ નવી દિશા મળશે. આજે તેમને મળેલું આ સન્માન માત્ર ડીસા વિધાનસભા ક્ષેત્રના મતદારોનું જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોનું સન્માન છે. ​ પ્રવીણભાઈ માળી આપણા સમાજનું અમૂલ્ય રતન છે, જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ અને તીવ્ર કાર્યક્ષમતાથી જાણીતા છે. મંત્રી તરીકેની તેમની નવી ભૂમિકામાં, તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના નવા શિખરો સર કરશે, અને ખાસ કરીને બનાસકાંઠાના વિકાસને વધુ વેગ મળશે એવી શુભેચ્છાઓ સૌ લોકો વ્યક્ત કરી રહ્યા છે.તેમના મઁત્રી પદને લઈ ડીસા ખાતે તેમના કાર્યાલય ખાતે તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ માનવવામાં આવ્યો હતો. આમ ડીસા અને બનાસકાંઠાના દરેક નાગરિક તરફથી પ્રવીણભાઈને આ ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર