રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા16 જૂન, 2026| Super Admin

અગ્નિકાંડ સામે ડીસા સજ્જ: સરકાર દ્વારા બે અત્યાધુનિક ફાયર ફાઈટર અર્પણ

અગ્નિકાંડ સામે ડીસા સજ્જ: સરકાર દ્વારા બે અત્યાધુનિક ફાયર ફાઈટર અર્પણ

​સાંકડી ગલીઓ માટે મિની ફાયર ફાઈટર અને ફેક્ટરીઓની કેમિકલયુક્ત આગ માટે ખાસ ફીણ (Foam) વાળું મોટું વાહન કાર્યરત કરાયું; પાલિકા પ્રમુખે લીલી ઝંડી આપી પ્રજાની સેવામાં ખુલ્લા મૂક્યા

ડીસા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર બનતી આગની ગંભીર ઘટનાઓ પર ઝડપથી કાબુ મેળવી શકાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને બે અત્યાધુનિક ફાયર ફાઈટર વાહનો ફાળવવામાં આવ્યા છે. આ બંને વાહનોને  ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુએ લીલી ઝંડી આપીને વિધિવત રીતે પ્રજાની સેવામાં ખુલ્લા મૂક્યા હતા. નવા વાહનોનો ફાયર બેડામાં સમાવેશ થતાં હવે ગમે તેવી મોટી આપત્તિ સમયે લોકોના જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાશે.​શહેરના કોટ વિસ્તાર અથવા તો એકદમ સાંકડી ગલીઓમાં જ્યારે આગ લાગે છે, ત્યારે મોટા વાહનો ત્યાં પહોંચી શકતા નથી અને બચાવ કામગીરીમાં વિલંબ થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે એક મિની સાઈઝનું ફાયર ફાઈટર આપ્યું છે. આ વાહનની વિશેષતા એ છે કે તેની સાથે ૨૦૦ મીટર લાંબી પાણીની પાઈપ લાઈન જોડવામાં આવી છે, જેથી સાંકડા રસ્તાઓ કે ગલીઓમાં પણ તે સરળતાથી પ્રવેશીને આગ પર ઝડપથી કાબુ મેળવી શકશે.

​ઔદ્યોગિક એકમોની કેમિકલની આગ માટે ખાસ વ્યવસ્થા

​બીજું મોટું ફાયર ફાઈટર ખાસ કરીને ડીસાના ઔદ્યોગિક એકમો અને જીઆઈડીસી (GIDC) વિસ્તારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ફેક્ટરીઓમાં કેમિકલના કારણે લાગતી આગ ઘણીવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, જેના પર સામાન્ય પાણીથી કાબુ મેળવવો મુશ્કેલ બને છે. આ મોટા વાહનની નોઝલમાંથી પાણીની સાથે સાથે ફીણ (Foam) સ્વરૂપે કાર્બન ડાયોક્સાઈડ પણ બહાર નીકળશે, જે ગમે તેવી કેમિકલની આગને ગણતરીની મિનિટોમાં જ શાંત કરી દેવાની ક્ષમતા ધરાવે છે.

આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુએ જણાવ્યું હતું કે, "ડીસા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આગની ઘટનાઓ સમયે પાલિકાની ફાયર ટીમ જ સતત દોડતી રહે છે. આ નવી ટેકનોલોજીવાળા વાહનો મળવાથી હવે ગમે તેવી ભયાવહ આગની ઘટના સામે અમારા જાબાંજ જવાનો વધુ સક્ષમતાથી લડી શકશે. અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે." ​આ બંને અત્યાધુનિક વાહનો કાર્યરત થતાં જ ડીસા ફાયર વિભાગની ક્ષમતા બમણી થઈ ગઈ છે, જેનાથી સમગ્ર પંથકના નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર