રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ફેબ્રુઆરી, 2026| Super Admin

ગુજરાત સરકારના જળ રીચાર્જ અભિયાનમાં ડીસા એપીએમસીની ભાગીદારી

ગુજરાત સરકારના જળ રીચાર્જ અભિયાનમાં ડીસા એપીએમસીની ભાગીદારી
બોર અને કુવા રીચાર્જનો ખર્ચ 90 ટકા સરકાર અને 10 ટકા લોકભાગીદારીથી કરાશે ડીસા તાલુકાના ખેડૂતોની 5 ટકા સહાય એપીએમસી દ્વારા અપાશે: કલ્યાણ રબારી ગુજરાત સરકાર દ્વારા બંધ પડેલ બોરવેલ અને કુવામાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે તે માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે 90-10 ની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં 10 ટકા લોકભાગીદારી પૈકી 5 ટકા રકમ એપીએમસીએ ભરવાનો નિર્ણય લીધો છે. જેથી ખેડૂતોને હવે માત્ર પાંચ ટકા જ ભરવાના રહેશે. ગુજરાત સરકાર દ્વારા જળ અભિયાનને વેગ મળે અને ઓછા ખર્ચે વરસાદી વહી જતું પાણી બંધ પડેલા બોરવેલ અને કુવાઓ મારફત જમીનમાં ઉતારવા માટે રીચાર્જ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં બોર અને કુવા રીચાર્જના 90 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. અને 10 ટકા રકમ લોકભાગીદારીથી લેવામાં આવનાર છે. ત્યારે ડીસા તાલુકામાં બંધ પડેલા બોર તેમજ કુવા રીચાર્જ માટે ખેડૂતોએ અરજી કરવી જરૂરી છે. જે પણ ખેડૂતની અરજી મંજૂર થશે તે ખેડૂતને 10 ટકા લોકભાગીદારી પૈકી 5 ટકા રકમ ડીસા એપીએમસી નિયામક મંડળ એટલે કે બજાર સમિતિ ચુકવશે તેમ ડીસા એપીએમસી ડીરેકટર અને વિકાસ સમિતિ ચેરમેન કલ્યાણ રબારીએ જણાવ્યું હતું.જોકે એપીએમસીના આ ખેડૂત લક્ષી નિર્ણયથી ખેડૂતોને હવે માત્ર પાંચ ટકાજ ચૂકવવા પડશે જે ખેડૂતો માટે મોટો ફાયદો થવા પામ્યો છે.  

સંબંધિત સમાચાર