રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ27 એપ્રિલ, 2026| Super Admin

ધરણીધરનું કુંડાળીયા ગામ : લાખોના ખર્ચે બનેલા અવાડા ખાલી, પશુઓ પાણી માટે વલખાં

ધરણીધરનું કુંડાળીયા ગામ : લાખોના ખર્ચે બનેલા અવાડા ખાલી, પશુઓ પાણી માટે વલખાં

ધરણીધર તાલુકાના સરહદી વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે મૂંગા પશુઓની હાલત કફોડી ગ્રામજનોમાં ભારે રોષ

એક તરફ સરકાર દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ પશુઓને પીવાના પાણીની સુવિધા માટે લાખો રૂપિયાના આંધણ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ ધરણીધર તાલુકાના સરહદી એવા કુંડાળીયા ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે કુંડાળીયા ગામમાં પશુઓ માટે બનાવવામાં આવેલા પાણીના અવાડાઓ છેલ્લા કેટલાય સમયથી ખાલીખમ ભાસી રહ્યા છે. જેને કારણે મૂંગા પશુઓ કાળઝાળ ગરમીમાં પાણીના ટીપા માટે આમતેમ ફાંફા મારી રહ્યા છે. તંત્રની સંવેદનહીનતા પરાકાષ્ઠાએ અત્યારે આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં મનુષ્યોની હાલત પણ ખરાબ થઈ જતી હોય છે. ત્યારે કુંડાળીયા ગામના પશુઓની હાલત અત્યંત દયનીય બની છે.

તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અવાડાઓ તો બનાવી દેવાયા છે પણ તેમાં પાણી ભરવાની તંત્ર દ્વારા દરકાર લેવા કોઈ તૈયાર નથી આ અવાડાઓ માત્ર કાગળ પરની કામગીરી અને ભ્રષ્ટાચારના પ્રતીક સમાન શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે સરહદી વિસ્તારની બોર્ડર નજીક આવેલું ગામ હોવા છતાં પાયાની સુવિધામાં નામે તંત્રની ધોર લાપરવાહી પાણી વિના રઝળતા પશુઓ ગામમાં પાણીના સ્ત્રોત હોવા છતાં અવાડા સુધી પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ તેવા દ્રશ્યો અત્યારે ગામની અંદર જોવા મળી રહ્યા છે આજે તો સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટોના લાખોનો ખર્ચ એળે જઈ રહ્યો છે. 

જનતાના ટેક્સના પૈસાથી બનેલા અવાડાઓ ધૂળ ખાઈ રહ્યા છે શું તંત્ર કોઈ પશુના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા અવાડા જો ખાલી જ રાખવાના હોય તો આ ખર્ચ કરવાનો અર્થ શું સ્થાનિક પશુપાલકોનો રોષ ભગવતી રહ્યો છે કે શું પશુઓને આ ગરમીમાં આમ જ પાણી વિના ભટકતું રહેવું પડશે શું જવાબદાર અધિકારીઓ એસી ઓફિસોમાંથી બહાર નીકળી આ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસશે કુંડાળીયા ગામના લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ખાલીખમ અવાડાઓમાં પાણી ભરવામાં આવે, અન્યથા આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સંબંધિત સમાચાર