રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

ધાનેરા; નેશનલ હાઇવે જોડતો ડામર રસ્તો અધૂરો કોન્ટ્રાકટર થયો ગાયબ ગ્રામજનો મુશ્કેલી માં

ધાનેરા; નેશનલ હાઇવે જોડતો ડામર રસ્તો અધૂરો કોન્ટ્રાકટર થયો ગાયબ ગ્રામજનો મુશ્કેલી માં
ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામ થી ધાનેરા પાંથાવાડા નેશનલ હાઈવેને જોડતો પાકો ડામર રસ્તો રહી ગયો અધૂરો: ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામ થી પાંથાવાડા ધાનેરા નેશનલ હાઇવે જોડતો ડામર રસ્તો અધૂરો રહી જતા છેલ્લા બે વર્ષ થી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. છીંડીવાળી ગ્રામજનો ની વર્ષો જૂની રજૂઆત હતી. જેના પગલે સ્થાનિક રાજકીય આગેવાનો ની ભલામણ થી છીંડીવાડી ગામ થી નેશનલ હાઇવે સુધી જોડતા માર્ગને પાકા ડામર રસ્તા તરીકે મંજૂરી મળી હતી. જેને લઇ છીંડીવાડી ગામ સહિત આજુબાજુ ના ગ્રામજનોમાં આનદ જોવા મળ્યો હતો. કારણ છીંડીવાડી ગામ અને તેની નજીક આવેલ સિલાસણા અને કુમર ગ્રામજનો ને ધાનેરા જવા માટેનું અંતર ઘટી જવાનું હતું. સાથે શાળા એ જતા બાળકો તેમજ પશુપાલકો ને માર્ગ ઘણો ફાયદાકારક સાબિત થાય તેમ હતો. જો કે આ સપના ગ્રામજનો ના રોળાઈ ગયા છે. કારણ કે ડામર રસ્તાનું કામ તો શરૂ થયું પણ મેટલ કામ સુધી કામ અટકી ગયું છે. અને આ સમસ્યા ને એક બે દિવસ નહિ પણ આજે બે વર્ષ કરતા વધારે સમય વીતવા આવ્યો છે જેને લઈ સ્થાનિક ગ્રામજનો ભારે રોષમાં છે. ગ્રામીણ વિસ્તારના એક ગામ થી બીજા ગામ ને જોડતા માર્ગ સરકાર બનાવી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનો ને સવલત મા વધારો થાય પણ સરકાર પાસે પાકા ડામર રસ્તાની સુવિધા મેળવવા માટે છીંડીવાડી ગામ ને નિષ્ફળતા મળી છે. રસ્તા પર પડેલા પથ્થર થી મોટી જાનહાનિ થઇ શકે છે. જ્યારે બીજી તરફ વાહનોના ટાયર ને નુકશાન થઈ રહ્યું છે. છીંડીવાડી ગામ સહિતના આજુબાજુના ગ્રામજનો રસ્તા બાબતે ની રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ ધાનેરા માર્ગ મકાન વિભાગ પ્રજાની સમસ્યા કોઈ સાંભળતું નથી જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. તેમ કરમશીભાઈ મંત્રી દૂધ મંડળી છીંડીવાડી તથા ભરતભાઈ ગ્રામજન એ જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર સત્વરે કોન્ટ્રાકટરના કાન આમલી પાકા ડામર રસ્તાનું કામ પૂર્ણ કરાવે તેવી માગ ગ્રામજનોની માંગ છે. જેથી ગ્રામજનો સરકારની સુવિધાનો ઉપયોગ કરી શકે.

સંબંધિત સમાચાર