રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

ધાનેરા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ

ધાનેરા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ

ધાનેરા પોલીસ સ્ટેશનના જવાનોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે, રાજસ્થાનથી આવતી એક સ્વિફ્ટ ગાડીમાંથી ₹50,830/-નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹3,50,830/-નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ, નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનાપુર છોટા નજીક તેમને બાતમી મળી હતી કે, ધાનોલ, રાજસ્થાનથી એક સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અનાપુર છોટા રોડ પર નાકાબંધી કરી ગાડીની રાહ જોઈ હતી. બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડીચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતા નાના મેડા ગામની સીમમાં ગાડીને આંતરીને ઊભી રખાવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી 192 ટીન અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹50,830/- આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા અને ગાડી (કિંમત ₹3,00,000/-) સહિત કુલ ₹3,50,830/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગાડીચાલક કિરણભાઈ કેશાભાઈ લુહાર (ઉંમર: 35, રહેવાસી: માલોતરા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર