રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 જૂન, 2025| Super Admin

ધાનેરા પોલીસે ભોજણા ગામે દરોડો પાડ્યા નશીલી દવાઓ સાથે ૧૫,૮૮૮નો મુદ્દામાલ જપ્ત

ધાનેરા પોલીસે ભોજણા ગામે દરોડો પાડ્યા નશીલી દવાઓ સાથે ૧૫,૮૮૮નો મુદ્દામાલ જપ્ત
ધાનેરા પોલીસનો ભોજણા ગામે કરિયાણાની દુકાન પર દરોડો ધાનેરા તાલુકાના ભોજણા ગામે કરિયાણાની દુકાનમાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે ઓચીંતો દરોડો પાડતા નાના એવા ગામમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ અંગેની પોલીસ માંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ ધાનેરા પીઆઈ એમ.જે. ચૌધરીને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફના સભ્યો ખુમાભાઈ, ભીખાભાઈ, વનરાજસિંહ, રમેશભાઈ અને ગોમતીબેનને સાથે લઈને ભોજણા ગામે કરિયાણાની દુકાન પર દરોડો પાડયો હતો. તપાસ કરતા મૂળ રાજસ્થાની અને હાલ ભોજણા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો મહિપાલ દેવીદાન ગઢવી નામનો વેપારી પોતાની દુકાનમાં નશીલી દવાઓ વેચતો હોઈ દુકાનમાંથી નશાકારક ગોળીઓ અન્ય દવાઓ, મોબાઈલ ફોન અને ડીવીઆર મશીન મળી કુલ રૂ. ૧૫,૮૮૮નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે વેપારી સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કલમ ૮ (સી), ૨૨ (એ) હેઠળ ગુનો દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર