રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 જુલાઈ, 2025| Super Admin

ધાનેરા; ૩ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આડાસંબંધનો વહેમ રાખી મિત્રની હત્યા

ધાનેરા; ૩ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આડાસંબંધનો વહેમ રાખી મિત્રની હત્યા

પાલનપુર એલ.સી.બી.ટીમે ત્રણ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિની તેના મિત્ર હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરી તેની લાશને ધાનેરા તાલુકાના સાંકડ ગામે જમીનમાં દાટી દીધી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને સડી ગયેલી હાલતમાં લાશ કાઢીને ફોરેન્સિક પીએમ માટે ખસેડાઈ હતી. સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરને તેના મિત્ર વેલાજી શિવાજી માજીરાણા પર આડા સંબંધોની શંકા હતી. https://youtu.be/0cXdlLA4uA4 જે શંકાના આધારે ગત ૨૭ એપ્રિલ ૨૦૨૫ની રાત્રે આરોપીઓએ વેલાજી શિવાજી માજીરાણાનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને લાશને ખેતરમાં દાટી દીધી હતી. જે મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં જિલ્લા પોલીસ વડાએ ઝીણવટભરી તપાસ માટે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમોની રચના કરી હતી.પાલનપુર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને તેમની ટીમે સાવચેત તપાસ અને બાતમી નેટવર્કના આધારે આ કેસનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં મૃતકની લાશ ખેતરમાં દાટવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી મુખ્ય આરોપી હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ આડા સંબંધોની શંકાના કારણે આ હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.આર.ભારાઈ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર