રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા નગરપાલિકા અને પોલીસ દ્વારા ફટાકડાની દુકાનમાં તપાસ હાથ ધરાઈ

ધાનેરા નગરપાલિકા અને પોલીસ દ્વારા ફટાકડાની દુકાનમાં તપાસ હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વિવિધ જગ્યાઓ પર તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ ધાનેરા શહેરમાં પણ નગરપાલિકા અને પોલીસ તંત્રએ ફટાકડાની 14 દુકાનો તેમજ 5 ગોડાઉનમાં તપાસ હાથ ધરી છે. ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, રામભાઈ સોલંકી અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય બજારો, શોપિંગ સેન્ટરો અને ગોદામોમાં તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન દુકાનદારો પાસે પરવાના ચકાસવામાં આવ્યા હતા અને સુરક્ષા પ્રણાલીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારોમાં જ્યાં જ્યાં ફટાકડાના સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યાં અગ્નિ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા છે કે કેમ તે અંગે પણ ધ્યાન અપાયું. તંત્ર દ્વારા ખાસ કરીને શોપિંગ સેન્ટરો અને હોસ્ટેલ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. શોપિંગ સેન્ટરો અને રહેણાંક વિસ્તારોમાં આગ લાગવા સામે કોઈ સાવચેતી લેવામાં આવી છે કે નહીં તે પણ ચકાસવામાં આવ્યું. તપાસ દરમિયાન જે દુકાનો કે ગોડાઉન સુરક્ષાના નિયમોનું પાલન કરતા જોવા આવ્યા, તેમને તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ. તેમજ, જ્યાં અનિયમિતતાઓ જોવા મળી ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને પણ સતર્ક રહેવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ આ તપાસી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે અને જરૂર પડ્યે વધુ કડક પગલાં ભરવામાં આવશે.

સંબંધિત સમાચાર