રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ30 જુલાઈ, 2026| Super Admin

પાટણ નગરપાલિકા સામાન્ય સભામાં વિકાસકામો મંજૂર

પાટણ નગરપાલિકા સામાન્ય સભામાં વિકાસકામો મંજૂર

વિપક્ષે જનકલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમના ઓઠા હેઠળ ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ કર્યપાટણ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ સભામાં એજન્ડા પરના 20 કામો અને વધારાના 15 કામો ચર્ચા-વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા.

43.jpg 87.38 KB
જોકે, વિપક્ષ કોંગ્રેસે વિવિધ ઠરાવો અને કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સખત વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થવાના જનકલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમ માટે માત્ર 5-6 ટેબલ, 5-6 ખુરશીઓ અને સ્ટેજ બનાવવાનો ખર્ચ 80,000 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. વિપક્ષના મતે, આ કામગીરીનો વાસ્તવિક ખર્ચ 15000 થી 20000 રૂપિયા હોવા છતાં વધુ રકમ દર્શાવીને નાણાકીય ગડબડ કરવામાં આવી છે.
42.jpg 116.99 KB
આ ઉપરાંત, અગાઉની અને ચાલુ કારોબારીના આશરે 100 જેટલા કામોને અલગ-અલગ અભ્યાસ કરવા દેવાને બદલે માત્ર મુદ્દા નંબર 1 અને 3 માં જ આવરી લેવામાં આવ્યા હતા. વિપક્ષે જણાવ્યું હતું કે આ તમામ ટેન્ડર પ્રક્રિયાના કામો હતા અને પૂરતો અભ્યાસ ન થાય તે રીતે ઉતાવળે પસાર કરવામાં આવ્યા હતા.કારોબારીના ઠરાવ નંબર 25 માં મેનપાવરના કામ માટે નગરપાલિકાએ નક્કી કરેલી કિંમત કરતાં વધુ ઊંચી કિંમતે L2 ને મંજૂરી આપવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. નગરપાલિકાની વાહન શાખામાં ફોરમેન અને ફિટરની નિમણૂક થયેલી હોવા છતાં, તમામ વાહનો અને સાધનો બહાર ઓથોરાઈઝ્ડ ડીલર પાસે રિપેરિંગ માટે મોકલીને મોટા બિલ બનાવવામાં આવતા હોવાનો વિપક્ષે વિરોધ કર્યો હતો.વિપક્ષના કોર્પોરેટર દીપક પટેલે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્તરે ટેકનિકલ સ્ટાફ હાજર હોવા છતાં બહાર રિપેરિંગ કરાવીને નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. તેમણે સમગ્ર બાબતે તટસ્થ તપાસ સમિતિ નીમીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

સંબંધિત સમાચાર