રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વિકાસ કામોને બહાલી

ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વિકાસ કામોને બહાલી
વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભા સંપન્ન ​ ડીસા નગરપાલિકાની સામાન્ય સભા આજે શુક્રવારે યોજાઈ હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. સભા દરમિયાન શાસક પક્ષ દ્વારા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી, પરંતુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળાને પગલે વાતાવરણ ગરમાયું હતું.​ ડીસા નગરપાલિકાની વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભા પાલિકાના સભાગૃહમાં યોજાઇ હતી. પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા સભાની શરૂઆત કરતા જ વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવતા સત્તા પક્ષના સભ્યોએ બોર્ડ ચાલુ રાખવાનું કહેતા વિપક્ષી સભ્યો અને સત્તા પક્ષના સભ્યો વચ્ચે તું તું મેં મેં થતા હંગામો મચી જવા પામ્યો હતો.ભારે હંગામા વચ્ચે પાલિકા પ્રમુખે ઝડપથી એજન્ડા વાચી બોર્ડ પૂર્ણ કરી દીધું હતું.​નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડીસા શહેરમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં ​સ્વચ્છતા અભિયાન થકી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિશેષ આયોજન,​લોકો માટે મનોરંજન અને હરવા-ફરવા માટે નવું નજરાણું એટલે ભારત માતા પાર્ક,​ રમતવીરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ ​ટૂંક સમયમાં જ ડીસાવાસીઓને પીવા માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.​વિપક્ષ પર આકરા પ્રહાર ​શાસક પક્ષે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ક્યારેય વિકાસના કામો દેખાતા નથી અને તેઓ માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહ્યા છે. જ્યારે વિપક્ષી સભ્યોએ સત્તા પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાં પ્રમુખ પતિ અને તેમના મળતીયાઓ દ્વારા પ્રોક્ષી વહીવટ ચાલી રહ્યો છે અને બેફામપણે ગેરરીતિ કરતા હોવાથી કોઈપણ દિવસ બોર્ડ એક કે બે મિનિટથી વધુ ચાલવા દેતા નથી તેમજ વિપક્ષના સભ્યોની કે લોકોની કોઈપણ પ્રકારની રજૂઆત સાંભળવામાં આવતી નથી.  

સંબંધિત સમાચાર