રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 જૂન, 2026| Super Admin

પાટણ યુનિવર્સિટીમાં વિકાસની હરણફાળ: ₹3.22 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ

પાટણ યુનિવર્સિટીમાં વિકાસની હરણફાળ: ₹3.22 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ

પાટણ યુનિવર્સિટી ગ્રીન ઓડિટ કરાવનારી પ્રથમ યુનિવર્સિટી બનશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ કેમ્પસ ખાતે બુધવારે વિવિધ નવનિર્મિત પ્રકલ્પોના લોકાર્પણ, શૈક્ષણિક ભવનોના ઉદ્ઘાટન અને વૃક્ષારોપણનો એક ગરિમામય ત્રિવેણી કાર્યક્રમ કુલપતિ ના વડપણ હેઠળ યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કિશોરકુમાર સી. પોરિયા ના વરદ્હસ્તે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર માટે આ નવી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી.પાણીની તંગી અને વીજ બચત માટે મોટું કદમ યુનિવર્સિટી કેમ્પસમાં ભૂતકાળમાં પાણીના સંગ્રહ અને વિતરણને લઈને નાની-મોટી સમસ્યાઓ સર્જાતી હતી. આ પ્રશ્નના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારની વર્ષ ૨૦૨૨-૨૩ની નવી બાંધકામ ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૩.૧૬ કરોડના ખર્ચે ૧૫.૦૦ લાખ લીટરની ક્ષમતાવાળી ઊંચી ટાંકી અને ૨૫.૦૦ લાખ લીટરના અંડર ગ્રાઉન્ડ સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 

આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા કુલપતિએ જણાવ્યું હતું કે, "આ નવી સુવિધાને કારણે કેમ્પસમાં અને ખાસ કરીને સામે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં પાણીની અછત દૂર થશે. આ ઉપરાંત, હવે પાણીને ઉપર ચડાવવા માટે વારંવાર મોટરો ચલાવવાની જરૂર નહીં પડે, જેનાથી વીજળી અને પાણી બંનેનો બગાડ અટકશે અને મોટી આર્થિક બચત થશે."યુવાનો અને સેનાની ભરતી માટે મિલિટરી માપદંડવાળી 'ફાયરિંગ રેન્જ વોલ' યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી રૂ. ૬.૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલી એનસીસી (NCC) ફાયરિંગ રેન્જ વોલનું પણ લોકાર્પણ કરાયું હતું. જયાંપાટણ અને આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ, અગ્નિવીર અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. કુલપતિએ ગર્વભેર જણાવ્યું કે, "આ ફાયરિંગ રેન્જ સેના (Military) દ્વારા નક્કી કરાયેલા ચોક્કસ માપદંડો અને પેરામીટર્સ મુજબ તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યમાં યુનિવર્સિટી યુવાનો માટે દોડવાનો ટ્રેક પણ અદ્યતન બનાવશે અને જમ્પિંગ વોલ જેવી સવલતો ઊભી કરશે જેથી પાટણના યુવાનો દેશની રક્ષા કાજે લશ્કરમાં જોડાઈને યુનિવર્સિટીનું ગૌરવ વધારી શકે.

શૈક્ષણિક ક્ષેત્રે નવા સોપાનમા લો ડિપાર્ટમેન્ટ અને ગુજરાતી ભવન યુનિવર્સિટીએ પોતાની શૈક્ષણિક ક્ષમતામાં વધારો કરતા હયાત ડાયસ્પોરા ભવનમાં 'ગુજરાતી ભવન' અને હયાત એમ.એડ. ભવનમાં 'કાયદા અનુસ્નાતક ભવન' (Law Department) ની શરૂઆત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) ના તમામ નિયમો પૂર્ણ કરીને આ વર્ષથી લો ડિપાર્ટમેન્ટમાં ૫ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ (B.Com. LL.B.) શરૂ કરવાનું આયોજન છે, જેમાં ૩ વર્ષે બી.કોમ અને ૫ વર્ષે એલ.એલ.બી.ની ડ્યુઅલ ડિગ્રી મળશે. આ ઉપરાંત, વર્ષોથી જેની માંગ હતી તે ગુજરાતી ભાષા ભવનનું લોકાર્પણ યુનિવર્સિટીના વરિષ્ઠ કર્મચારી રાજુભાઈ ઝાલાના હસ્તે કરાવીને એક પ્રશંસનીય પરંપરા શરૂ કરવામાં આવી છે. જીકાસ (GICAS) પોર્ટલ પર આ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા પણ ખુલ્લી મૂકી દેવાઈ છે.પર્યાવરણ દિવસ અને ગ્રીન ઓડિટની ઐતિહાસિક સિદ્ધિ રૂપે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વસંધ્યાએ કેમ્પસમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલપતિએ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવા પર ભાર મૂકતા એક મહત્વની જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર સંચાલિત સંસ્થા દ્વારા યુનિવર્સિટી કેમ્પસનું 'ગ્રીન ઓડિટ' કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનો આખરી અહેવાલ આવી જશે અને આ સિદ્ધિ મેળવનારી આ કદાચ પ્રથમ યુનિવર્સિટી બનશે.

આ ગરિમામય પ્રસંગે બાંધકામ વિભાગના અધ્યક્ષ મીરાબેન ચતવાણી, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ.કમલભાઈ મોઢ, એનએસએસ કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર, ફિઝિકલ વિભાગના અધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, કમાન્ડિંગ ઓફિસર કે.વી. નાયર, સુબેદાર મેજર દીપકકુમાર, મેજર ડૉ.એલ એસ ભૂતડીયા, ઇજનેર વિપુલભાઈ સાંડેસરા, લેફ્ટનન્ટ જય ત્રિવેદી અને ગૌરાંગ રામી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિડિયા જગતનો આભાર માનતા કુલપતિએ ઉમેર્યું હતું કે, "આપણી યુનિવર્સિટી, આપણું ગૌરવ" ના સૂત્રને સાર્થક કરવા સમાજના તમામ વર્ગો સાથે મળીને આગળ વધી રહ્યા છે.

સંબંધિત સમાચાર