રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 મે, 2025| Super Admin

દાંતા તાલુકા મથક હોવાછતાં એસટી બસસ્ટેશનની સુવિધાથી વંચિત

દાંતા તાલુકા મથક હોવાછતાં એસટી બસસ્ટેશનની સુવિધાથી વંચિત
બનાસકાંઠા જીલ્લાનો દાંતા તાલુકો આદીવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે ને હાલમાં અંબાજી સહીત ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દાંતા તાલુકા મથક હોવા છતાં એસ.ટી બસ સ્ટેશનની સુવિધા વંચિત રહી જવા પામ્યું છે. રજવાડાના વખતનું દાંતા સ્ટેટ નામથી ઓળખાતા આ ગામ ૧૮૬ જેટલાં ગામડાઓથી સંકળાયેલું તાલુકા મથક છે. સાથે આસપાસના નાના ગામડાઓ માટે વેપારી મથક પણ મનાય છે. ત્યારે દાંતા તાલુકા મથકે કાયમી બસ સ્ટેશનની કોઈ જ સુવિધા નથી. હાલ તબક્કે ગામની વચ્ચે એક માત્ર પીકઅપ સ્ટેન્ડ બનાવેલું છે. જ્યાં મુસાફરો હાલ ધમધોકતી ગરમીમાં હેરાનગતી ભોગવી રહ્યા છે. જ્યાં છાયડાની પણ કોઇ જ વ્યવસ્થા નથી, જ્યારે મહીલાઓ માટે પણ શૌચાયલની કોઈજ વ્યવસ્થા નથી. આ પીકઅપ સ્ટેન્ડ પર બજાર વચ્ચેથી બસને જોખમી રીતે લાવી પડે છે ને આવા બજારના ભરચક વિસ્તારમાંથી બસ નિકળતા અકસ્માતો પણ થવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે એક્ષપ્રેસ બસો આ પીકઅપ સ્ટેન્ડ પર આવતી જ નથી ને હાઈવેથી સીધેસીધી જ નિકળી જતી હોવાની ફરીયાદ ઉઠી છે. જ્યારે મુસાફર બહાર નિકળવા પીકઅપ સ્ટેન્ડ ઉપર ઉભા હોય ત્યારે કેટલીક બસો હાઈવેથી બારોબાર નિકળી જવાના કારણે સ્થાનિક વેપારીઓ સહીત વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાંતાના જુના બસ સ્ટેશનને લઈ એસ.ટી નિગમે સાપ એ છછુન્દર ગળ્યા જેવી પરીસ્થીતી જોવા મળી રહી છે. જો જુના બસસ્ટેશનના બદલે નવું બસસ્ટેશન અન્ય સ્થળે બનાવવામાં આવે તો મુસાફરોનો પ્રશ્ન હલ થકી તેમ છે. લાખો રૂપીયાના ખર્ચીને બનાવેલું. એસ.ટી બસસ્ટેન્ડ ખંડેર હાલતમાં દાંતાથી દોઢથી બે કિલોમીટર દુર ૧૯૯૬માં લાખો રૂપીયા ખર્ચીને બનાવેલું એસ.ટી બસસ્ટેન્ડ હાલ ખંડેરમાં ફેરવાઇ ગયુ છે. જયાં એસ.ટી બસો નહીં પણ બાવળોનું સામરાજ્ય જોવા મળી રહ્યુ છે. જે બસ સ્ટેશનનું ૧૯૯૬માં તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ હતુ. જ્યાં આજે રાત્રે તો ઠીક પણ દિવસે પણ કોઈ મુસાફર આ બસસ્ટેશન ઉપર જાય તો કરી જાય તેવા બિહામણા દ્રશ્યો આ જુના બસસ્ટેશનમાં જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન માટે નવી જગ્યાની માંગણી કરેલી છે; કે.પી.ચૌહાણ, ડેપો મેનેજર, અંબાજી આ બાબતે અંબાજી એસ.ટી ડેપોનાં મેનેજર ને પુછતા તેમને જણાવ્યુ હતુ કે હાલ તબકકે નવી જગ્યાની માંગણી કરેલી છે. જે એસ.ટી બસો બારોબાર નિકળી જાય છે તેઓને પીકઅપ સ્ટેન્ડ થઇ ને નિકળવા કડલ સુચના અપાશે.

સંબંધિત સમાચાર