રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2026| Super Admin

શિહોરીમાં ઉંદરીયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવા માંગ સાથે શક્તિ પ્રદર્શન અને રેલી

શિહોરીમાં ઉંદરીયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવા માંગ સાથે શક્તિ પ્રદર્શન અને રેલી

ગામના વિભાજન સામે બીજા જૂથનો વિરોધી સૂર બુલંદ : શિહોરી સાથે જ રહેવા મક્કમ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગ્રામ પંચાયત હેઠળ આવતા ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાના મુદ્દે ગામમાં જ મોટો વિવાદ સર્જાયો છે. ગામના જ બે જૂથો આ મુદ્દે આમને-સામને આવી જતાં અને એક જ દિવસે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પરસ્પર વિરોધી રજૂઆતો પહોંચતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

70.jpg 126.21 KB
 અલગ ગ્રામ પંચાયતની રચના કરવાની માંગ સાથે પ્રથમ જૂથ દ્વારા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તેમજ પૂર્વ રજિસ્ટ્રાર ગુજરાત યુનિયન પ્રમુખ લલિતસિંહ વાઘેલાની આગેવાની હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ રજૂઆત કરી હતી કે ઉંદરિયાવાસમાં આશરે ૧,૫૦૦ જેટલી વસ્તી અને ૬૫૦ જેટલા મતદારો છે. ગામના પાયાના પ્રશ્નો અને વિકાસ કાર્યોને ગતિ મળે તે માટે લાંબા સમયથી અલગ પંચાયતની માંગણી ચાલી રહી છે. આ માંગને શિહોરી ગ્રામ પંચાયતના ૧૭ માંથી ૧૨ સભ્યો ઉપરાંત પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી અને સ્થાનિક ધારાસભ્ય અમરતજી ઠાકોરનું પણ લેખિત સમર્થન હોવાનું જણાવાયું હતું.

બીજી તરફ, ગામના જ અન્ય એક જૂથે ઉંદરિયાવાસને શિહોરીથી અલગ કરવાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. આ જૂથે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને કાંકરેજ મામલતદારને લેખિત રજૂઆત સુપરત કરી હતી. તેઓએ માંગ કરી છે કે ઉંદરિયાવાસને શિહોરી ગ્રામ પંચાયતમાંથી અલગ કરી નવી પંચાયત બનાવવામાં ન આવે અને હાલની વ્યવસ્થા જ યથાવત રાખવામાં આવે. કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીએ બંને પક્ષોની રજૂઆતો સ્વીકારીને યોગ્ય વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી સરકાર સુધી અહેવાલ પહોંચાડવાની ખાતરી આપી છે. એક જ વિસ્તારમાંથી અલગ પંચાયત મુદ્દે સામસામા સૂર ઉઠતાં વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો પણ આ વિવાદને લઈને મૂંઝવણમાં મુકાયા છે.એ સાથે આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર