રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણના વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા માંગ ઉઠી

પાટણના વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા માંગ ઉઠી
પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક શૈલેષભાઈ નાયી દ્રારા પાટણ જિલ્લાના દરેક ગ્રામીણ તથા શહેરી સમસ્યાઓનું નિરાકરણ આવે તેવા શુભ આશયથી  સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તેઓ દ્રારા પાટણ સરસ્વતી તાલુકાના વામૈયા થી કમલીવાડા વચ્ચે આવતી સરસ્વતી નદી ઉપર ડીપ બનાવવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા સમસ્યા મંચ (સૂચિત) ના સંયોજક દ્રારા મુખ્યમંત્રી ને લખેલા પત્રમા જણાવ્યું છે કે વામૈયાથી કમલીવાડા વચ્ચે આવતી સરરવતી નદી ઉપર ડીપ બનાવવા માટે તથા વામૈયા થી સાણોદરડાનો આશરે 3 કી.મી. કાચો રસ્તો જેના ઉપર પાકો રોડ બનાવવા માટે વર્ષો જુની લોકોની માંગણી છે. અમો પાટણ જિલ્લાના મે. કલેકટર  તથા જિલ્લા વિકાસ અધિકારી અને માર્ગ અને મકાન વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય ને વારંવાર આ રોડની માંગણી કરતા પત્રો પણ લખેલ છે. અને આ માંગણીને સત્વરે ઉકેલ આવે તે માટે પ્રયત્નો કરતા રહેલ છે. વામૈયાથી કમલીવાડા બન્ને ગામોને જોડતો આ રોડ ઉપર નદીમાં ડીપ બનાવવામાં આવે તો આ ગામોની પ્રજાને અને વેપારની દ્રષ્ટિએ પણ ઘણોજ ફાયદો થઈ શકે તેમ છે. તથા આ ગામના લોકોને પડતી અગવડતા દૂર થઈ શકે છે અને ધારપુર સિવીલ હોસ્પિટલ જવા-આવવામાં ખુબજ સુગમતા અને ટુંકો રસ્તો થઈ શકે તેમ છે. તથા વામૈયાથી સાણોદરડાનો ૩ કી.મી.રોડ બનાવવામાં આવે તો આ રસ્તાથી પાલનપુર સાથેનો વ્યવહાર તેમજ આજુબાજુના શહેરોના વ્યવહારનું અંતર ખુબજ ઘટી શકે તેમ છે.અને આ લોકોને આર્થિક અને સામાજીક રીતે ઘણોજ ફાયદો થઈ શકે છે.ઉપરોકત આ માંગણી માટે ઘટતું કરી સત્વરે હલ થાય તે માટે યોગ્ય કરવા તેઓએ પત્રમાં રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર