રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 એપ્રિલ, 2026| Super Admin

ડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

ડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

 ત્રિપાંખિયા જંગમાં ખાણી-પીણીની જયાફત સાથે પ્રચાર તેજ

 ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. પાલિકાના તમામ વોર્ડમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પોતપોતાના ચૂંટણી કાર્યાલયો ધમધમતા કરી દીધા છે. મતદાનના દિવસો નજીક આવતા જ ઉમેદવારોએ હવે મતદારોના ઘર સુધી પહોંચી ‘ડોર-ટુ-ડોર’ પ્રચાર પર ભાર મૂક્યો છે. ​ડીસા નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપે પ્રારંભિક જીત મેળવી લીધી છે. હવે બાકી રહેલી 35 બેઠકો પર રસાકસી જામી છે. જેમાં મુખ્યત્વે ​ભાજપ 34 ઉમેદવારો, ​આમ આદમી પાર્ટી 15 ઉમેદવારો અને ​કોંગ્રેસ 14 ઉમેદવારો સાથે મેદાનમાં છે. ​આ સિવાય અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, જે મુખ્ય પક્ષોના ગણિત બગાડી શકે તેમ છે. અનેક વોર્ડમાં અપક્ષો નિર્ણાયક ભૂમિકામાં હોવાથી ત્રિપાંખિયા જંગ જેવી સ્થિતિ સર્જાઈ છે.

​ચૂંટણી પ્રચાર માત્ર દિવસે જ નહીં, પણ રાત્રે પણ તેટલો જ તેજ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલેલા ચૂંટણી કાર્યાલયો પર રાત્રિના સમયે કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ ઉમટી રહી છે. આ દરમિયાન મતદારો અને સમર્થકો માટે નાસ્તાની જયાફતો ઉડાવવામાં આવી રહી છે, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે.​ડીસા પાલિકાની અગાઉની ચૂંટણીઓ હંમેશા ચર્ચામાં રહી છે. અગાઉ મતદારોને રિઝવવા માટે તેલના ડબ્બા, રાશન કીટ, સાડી, હેન્ડ બ્લેન્ડર, ઈસ્ત્રી, કુકર જેવી ઘરવખરીની ચીજવસ્તુઓ અને રોકડ રકમની લ્હાણી કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ બાબતે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદો પણ નોંધાઈ હતી. ​ચાલુ ચૂંટણીમાં પણ પડદા પાછળ આવી પ્રવૃત્તિઓ થવાની પુરેપુરી સંભાવના છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવે અને લોભ-લાલચ વગર નિષ્પક્ષ મતદાન થાય તે જોવું રહ્યું. આગામી દિવસોમાં જેમ જેમ મતદાનની તારીખ નજીક આવશે, તેમ તેમ પ્રચારના રંગો હજુ વધુ ઘેરા બનશે.

સંબંધિત સમાચાર