રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા23 માર્ચ, 2026| Super Admin

ડીસાની નવી ઓળખ : એલિવેટેડ બ્રિજ હવે 'વર્ટિકલ ગાર્ડન' થી ગ્રીન કોરિડોર બનશે

ડીસાની નવી ઓળખ : એલિવેટેડ બ્રિજ હવે 'વર્ટિકલ ગાર્ડન' થી ગ્રીન કોરિડોર બનશે
વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાદાયી પહેલ, રૂ. 3.14 કરોડના ખર્ચે કાયાપલટ થશે ડીસા શહેરને વધુ રળિયામણું અને પ્રદૂષણમુક્ત બનાવવાના સંકલ્પ સાથે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. "ડીસાની શાન, ગ્રીન કવર અભિયાન" અંતર્ગત શહેરના મુખ્ય એલિવેટેડ બ્રિજને કુદરતી સૌંદર્યથી સુશોભિત કરવા માટે રૂ.3.14 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજની આસપાસ અને નીચેના ભાગમાં અંદાજે 10,000 જેટલા વિવિધ પ્રકારના છોડ અને રોપાઓ ઉછેરવામાં આવશે, જે શહેરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થશે. આધુનિક પદ્ધતિથી પિલર પર પ્લાન્ટેશન કરી તેને કુદરતી દેખાવ આપવામાં આવશે બ્રિજની નીચેના ખાલી ભાગમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે, જે શહેરના પ્રવેશદ્વારને ભવ્ય લુક આપશે. એટલું જ નહીં,નાગરિકોની સુવિધા માટે બ્રિજની નીચે આરામદાયક બેઠક વ્યવસ્થા (સીટિંગ એરેન્જમેન્ટ) પણ ઊભી કરવામાં આવશે. મંત્રી  પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, "વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવું એ સમયની માંગ છે. ડીસાનો એલિવેટેડ બ્રિજ માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં, પરંતુ શહેરની ઓળખ બને અને લોકોને શુદ્ધ હવા તેમજ માનસિક શાંતિ મળે તે હેતુથી આ 'ગ્રીન કવર' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે." ​આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ડીસા માત્ર ઉત્તર ગુજરાતનું વેપારી કેન્દ્ર જ નહીં, પરંતુ 'ગ્રીન સિટી' તરીકે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે. સ્થાનિક રજૂઆતો અને લોકલાગણીને માન આપીને મંત્રીએ આ રકમ ફાળવતા નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.    

સંબંધિત સમાચાર