રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા દક્ષિણ પોલીસની લાલ આંખ; પશુઓ ભરેલી આઈસર ગાડી ઝડપી પાડી

ડીસા દક્ષિણ પોલીસની લાલ આંખ; પશુઓ ભરેલી આઈસર ગાડી ઝડપી પાડી
40 પશુઓનો બચાવ, કાંટ પાંજરાપોળ મુકાયા બનાસકાંઠા જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. ડીસા દક્ષિણ પોલીસે ગત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં વધુ એક સફળતા મેળવતા પશુ ભરેલી આઈસર ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીને પગલે પશુઓની હેરાફેરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ​ડીસા હાઇવે પરથી રાત્રિના સમયે મૂંગા પશુઓને કતલખાને કે અન્યત્ર ગેરકાયદેસર લઈ જતી ગાડીઓ પસાર થતી હોવાની બાતમીના આધારે દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમના સ્ટાફ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક આઈસર ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી ખીચોખીચ ભરેલા પશુઓ મળી આવ્યા હતા.​પોલીસે આ ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા અંદાજે 40 જેટલા પાડાઓને મુક્ત કરાવ્યા હતા. આ તમામ પશુઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. ​ડીસા હાઇવે પર પોલીસની વધતી જતી સક્રિયતા અને કડક તપાસને કારણે પશુઓની હેરાફેરી કરતા શખ્સોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ગાડીના ચાલક અને અન્ય સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર