રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 ફેબ્રુઆરી, 2026| Super Admin

​ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગેરકાયદે પશુ હેરાફેરી રોકવા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું

​ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગેરકાયદે પશુ હેરાફેરી રોકવા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું
પશુ હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો બનાસકાંઠા જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરીની વધતી જતી ઘટનાઓને ડામવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ડીસા દક્ષિણ પોલીસ દ્વારા શહેરના પ્રવેશદ્વાર અને સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અંધકારનો લાભ લઈ પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જતી ગેંગ સક્રિય થઈ હોવાની બાતમીના આધારે, જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીસા દક્ષિણ પોલીસ મથકના પી.આઈ. સહિતના પોલીસ કાફલાએ મેદાને ઉતરી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો, આઈશર અને ટ્રકોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ​ડીસા એ આંતરરાજ્ય અને આંતર જિલ્લા માર્ગોનું મુખ્ય જંકશન હોવાથી અહીંથી પશુઓની હેરાફેરી થવાની શક્યતા વધુ રહેતી હોય છે. જેને પગલે​ મુખ્ય સર્કલો,​અવાવરુ રસ્તાઓ અને શોર્ટકટ માર્ગો પર પણ વોચ રાખવામાં આવી રહી છે.​ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે.પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કટિબદ્ધ છે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાયે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.​ડીસા દક્ષિણ પોલીસની આ સક્રિયતાને પગલે પશુ તસ્કરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશો અને જીવદયા પ્રેમીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે.        

સંબંધિત સમાચાર