રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

ડીસા પોલીસે NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો

ડીસા પોલીસે NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો

સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના અનુસંધાનમાં, ડીસા શહેર ઉત્તર પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) ના NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલ સહ-આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના માણસોએ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) માં નોંધાયેલ ગુ.ર.નં. ૯૬૪/૨૦૨૫, NDPS એક્ટ કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ વિ. મુજબના ગુનામાં સહ-આરોપી તરીકે સંડોવાયેલ અતુલ ઉર્ફે રેસર રમેશભાઈ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. આ સફળ કામગીરી બદલ પોલીસની પ્રશંસા થઈ રહી છે.

સંબંધિત સમાચાર