રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા26 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો

ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો
આજરોજ લાભ પાંચમના પાવન દિવસે ડીસાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નવનિયુક્ત વન પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના નવા સચિવાલય ખાતે પૂજા-અર્ચના કરી વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.   પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે, તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણભાવથી નિભાવીશ."તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં પર્યાવરણની જાળવણી, ક્લાઇમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા તેમજ વાહન વ્યવહારની સુવિધાઓને વધુ સુલભ અને આધુનિક બનાવવા માટે તેઓ સતત કાર્યરત રહેશે અને પ્રજાની સેવામાં ક્યારેય પાછી પાની નહીં કરે.આ પ્રસંગે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ,કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર