રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા હાટ પ્રોજેક્ટ: ડી.એન.પી. કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર સહયોગ

ડીસા હાટ પ્રોજેક્ટ: ડી.એન.પી. કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર સહયોગ

ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રોટરી ક્લબ, ડીસા દ્વારા આયોજિત “ડીસા હાટ” પ્રોજેક્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયિક કુશળતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તા. ૩૧ જુલાઈ, ૧ અને ૨ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ પ્રોજેક્ટમાં કોલેજના અગિયાર વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. 

કોલેજના આચાર્યશ્રી ડૉ. આરતીબેન પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને “ડીસા હાટ” પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી જરૂરી માર્ગદર્શન અને સહયોગ ડૉ. સુનિતાબેન ઠક્કર દ્વારા આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ સાથે જોડવાનો મુખ્ય હેતુ તેમનામાં ઉદ્યોગસાહસિકતા, સ્વરોજગારની ભાવના, માર્કેટિંગ કૌશલ્ય, ગ્રાહક વ્યવહાર અને વ્યવહારિક વ્યવસાયિક સમજ વિકસાવવાનો હતો. આ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ત્રણ સ્ટોલ-એક રેઝિન આર્ટનો તથા બે નાસ્તાના સ્ટોલ-નોંધાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરી ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન તેમને ગ્રાહકોની પસંદગી, બજારની સ્પર્ધા, કિંમત નિર્ધારણ, વેચાણ કૌશલ્ય, ગ્રાહક સંતોષ અને વ્યવસાય સંચાલન જેવા વિવિધ પાસાઓનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત થયો હતો.

“ડીસા હાટ”ના ત્રણેય દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પોતાના સ્ટોલનું સંચાલન કર્યું હતું. તેમણે આયોજન, ટીમવર્ક, સમય વ્યવસ્થાપન, સંવાદ કૌશલ્ય તથા વેચાણ વ્યવસ્થાપનમાં પોતાની ક્ષમતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારિક અનુભવ પ્રાપ્ત થયો, જે તેમના વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ અને ભવિષ્યના વ્યવસાયિક અભિગમના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયો. વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા અને કૌશલ્ય રજૂ કરવા માટે ઉત્તમ મંચ પૂરું પાડવા બદલ કોલેજ પરિવાર દ્વારા રોટરી ક્લબ, ડીસાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર