રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જૂન, 2026| Super Admin

ડીસા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ : પીડિતો માટે રૂ. ૧.૨૦ કરોડથી વધુનું વળતર મંજૂર

ડીસા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ : પીડિતો માટે રૂ. ૧.૨૦ કરોડથી વધુનું વળતર મંજૂર

જાહેર જવાબદારી વીમા અધિનિયમ હેઠળ બનાસકાંઠા વહીવટી તંત્રની કાર્યવાહી

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બ્લાસ્ટના વળતરની રકમ પ્રાંત અધિકારીને સુપ્રત 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર નજીક, ડીસા-ઢુવા રોડ પર આવેલ સર્વે નં. ૩૮૪ (જૂના સર્વે નં. ૫૫૬/પી૧/પી૨) વાળી જમીનમાં 'દીપક ટ્રેડર્સ' ના નામે ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ગત તા. ૦૧/૦૪/૨૦૨૫ના રોજ એક મોટો વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં સ્થળ પર કામ કરતા મધ્યપ્રદેશના હરદા જિલ્લાના ૧૧ શ્રમિકો, દેવાસ જિલ્લાના ૧૦ શ્રમિકો અને ડીસા (બનાસકાંઠા) ના ૧ શ્રમિક મળી કુલ ૨૨ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઉપરાંત, હરદા જિલ્લાના ૨, દેવાસ જિલ્લાના ૧ અને ડીસાના ૨ મળી કુલ ૫ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમજ નજીકની અન્ય એક મિલકતને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મૃતકોના વારસદારો તેમજ ઇજાગ્રસ્તોને અલગ-અલગ આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.

આ દુર્ઘટના સંદર્ભે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'જાહેર જવાબદારી વીમા અધિનિયમ-૧૯૯૧'  હેઠળ સુઓ મોટો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એ બાબત પ્રકાશમાં આવી હતી કે, જોખમી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા છતાં ફેક્ટરી અને ગોડાઉનના માલિક દીપકકુમાર ખૂબચંદ મોહનાણીએ નિયમાનુસાર લેવાની થતી કોઈ પણ પ્રકારની વીમા પોલિસી લીધી ન હતી અને અનઅધિકૃત રીતે ફેક્ટરી ચલાવીને કાયદાનું ગંભીર ઉલ્લંઘન કર્યું હતું. આ કેસમાં રાહત દાવાઓ રજૂ કરવા માટે તંત્ર દ્વારા તા. ૨૧/૦૫/૨૦૨૫ ના રોજ જાહેરખબર પ્રસિદ્ધ કરી અસરગ્રસ્તોને નિયત ફોર્મ-૧ માં વળતર અરજીઓ કરવા જણાવાયું હતું, જેના ભાગ રૂપે કુલ ૨૮ અરજીઓ મળી આવી હતી. આ તમામ અરજીઓની 'જાહેર જવાબદારી વીમા અધિનિયમ-૧૯૯૧' ની જોગવાઈઓ હેઠળ વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

કેસની સંપૂર્ણ સુનાવણી અને વહીવટી તપાસ પૂર્ણ થયા બાદ, તા. ૪ મે ૨૦૨૬ના રોજ આ અધિનિયમ હેઠળ કુલ રૂ.૧,૨૦,૩૧,૪૮૭/- (એક કરોડ વીસ લાખ એકત્રીસ હજાર ચારસો સિત્યાસી) નું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં મૃતકના કિસ્સામાં વ્યક્તિ દીઠ રૂ.૫,૦૦,૦૦૦/-, ઇજાગ્રસ્તોના કિસ્સામાં વ્યક્તિ દીઠ રૂ.૧,૫૦,૦૦૦/- અને મિલકતના નુકસાન પેટે રૂ.૨,૮૧,૪૮૭/- ના વળતરનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ વળતરની સંપૂર્ણ રકમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડીસાના હવાલે મૂકવામાં આવી છે, જેનું ચૂકવણું ટૂંક સમયમાં જ લાભાર્થીઓને કરી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર