રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 જૂન, 2026| Super Admin

ડીસાનો ખેડૂત હનીટ્રેપમાં ફસાયો : રૂ. 5 લાખની ખંડણી માંગવાનો આરોપ

ડીસાનો ખેડૂત હનીટ્રેપમાં ફસાયો : રૂ. 5 લાખની ખંડણી માંગવાનો આરોપ

બે યુવતી સહિત 6 સામે ગુનો નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી તેના અપહરણ બાદ રૂ. 5 લાખની ખંડણી માંગવાના ગંભીર આરોપ સાથે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને લઈને પોલીસે બે યુવતીઓ અને ચાર યુવકો સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, એક યુવતીએ ખેડૂત સાથે ફોન પર મિત્રતા કેળવી હતી. બાદમાં તેને મળવા માટે હોટલમાં બોલાવવામાં આવ્યો હતો. ખેડૂત પહોંચતા જ ત્યાં હાજર અન્ય સાગરીતોએ તેને પોતાની ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપીઓએ ખેડૂતને ધમકાવી તેની પાસેથી રૂ. 5 લાખની માંગણી કરી હતી. જેમાંથી રૂ. 54 હજાર બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત ખેડૂતના મહત્વના દસ્તાવેજો પણ કબજે કરી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બાકીના રૂ. 4.50 લાખ જલદી ચૂકવી નહી તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઘટનાથી ભયભીત બનેલા ખેડૂતે આખરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કિરણ, તેની બહેનપણી પૂજા તેમજ તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગઢ પોલીસ દ્વારા સમગ્ર હની ટ્રેપ કૌભાંડના તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ પૂછપરછ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર