રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા6 મે, 2026| Super Admin

ડીસા શહેર દક્ષિણ પોલીસની માનવીય સંવેદના: ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ૮ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવ્યું

ડીસા શહેર દક્ષિણ પોલીસની માનવીય સંવેદના: ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ૮ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવ્યું

વર્તમાન સમયમાં જાહેર જનતાના કિંમતી મોબાઈલ ફોન ગુમ થવાના અથવા પડી જવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બાબતને ગંભીરતાથી લઈ બનાસકાંઠા રેન્જ આઈ.જી.પી. પરિક્ષીતા રાઠોડ તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.

​આ સૂચના અન્વયે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી.કોટવાલ અને તેમની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.​ટેકનિકલ સર્વેલન્સ અને સીઇઆઈઆર પોર્ટલની મદદથી ​ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાયેલી મોબાઈલ ગુમ થયા અંગેની અલગ-અલગ અરજીઓ પર કાર્યવાહી કરતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિંગ અને ભારત સરકારના પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. આ સઘન તપાસના અંતે પોલીસે વિવિધ કંપનીના કુલ ૦૮ નંગ મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૭૭,૫૧૮/- થાય છે, તે શોધી કાઢ્યા હતા.બાદમાં

​પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" અભિયાનને સાર્થક કરતા તમામ ૮ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને બોલાવી વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો કિંમતી ડેટા અને મોબાઈલ પરત મળતા અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર