ડીસામાં આવેલી જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 5 થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. મધ્ય પ્રદેશના દેવાસના નેમાવર ઘાટ પર એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે થયેલા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના 23 વર્ષીય વિજય કાજમીનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અગાઉ 21 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પાંચ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી વિજય કાજમીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી કેસમાં બે આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અન્ય દોષિતો સામે પોલીસની તપાસ ચાલુ છે.
ડીસા બ્લાસ્ટ કેસ; અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મધ્યપ્રદેશના 23 વર્ષીય યુવાન નું મોત

ટેગ્સ:#Madhya Pradesh#police investigation#legal proceedings#Emergency Response#Casualties#safety regulations#Death toll#Deesa blast case#Firecracker Factory Explosion#Child Victims#Ahmedabad Civil Hospital#Vijay Kazmi#Illegal Firecracker Operations#Community Mourning
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા
1 દિવસ પહેલા
