રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2025| Super Admin

જિલ્લામાં સાયબર ફોર્ડના વધતા જતા બનાવો; ફસાયેલા નાંણા પરત અપાવતી સાઇબર ક્રાઈમ

જિલ્લામાં સાયબર ફોર્ડના વધતા જતા બનાવો; ફસાયેલા નાંણા પરત અપાવતી સાઇબર ક્રાઈમ
રૂ.3.64 કરોડની માતબર રકમ પરત અપાવતી સાઇબર ક્રાઈમ પોલીસ; બનાસકાંઠા જિલ્લામાં સાઇબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ઓન લાઇન ઠગાઈના વધતા જતા કેસોને લઈને બનાસકાંઠા સાઇબર ક્રાઈમ પોલીસ સાઇબર ક્રાઈમના ગુના અટકાવવા લોક જાગૃતિ કેળવવાના પ્રયાસો કરી રહી છે. સાઇબર ક્રાઈમ પોલીસે છેલ્લા 2 વર્ષમાં 3.64 કરોડની માતબર રકમ પરત અપાવી છે. આજના મોબાઈલ યુગમાં ઓન લાઇન છેતરપિંડીના બનાવો વધતા જાય છે. લોકો સાઇબર ફ્રોડ નો ભોગ બની રહ્યા છે. અને પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. ત્યારે સાઇબર ક્રાઇમના વધતા જતા ગુનાઓને અટકાવવા સાઇબર ક્રાઈમ પોલીસ સતર્ક બની છે. સાઇબર ક્રાઇમનો ભોગ બનેલી વ્યક્તિઓ ને ઓનલાઈન ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. જેને લઈને 2023 માં 435 કેસ નોંધાયા હતા. જ્યારે 2024 માં 1862 કેસ નોંધાયા હતા. જે કેસોમાં લોકોની અંદાજે રૂ.3.64 કરોડ ની રકમ સલવાઈ હતી. જોકે, સાઇબર ક્રાઈમ પોલીસના પ્રયાસોથી લોકોને રૂ.2,82,86,556/ ની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે. સાઇબર ક્રાઈમ પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અટકાવવા થઈ રહેલા પ્રયાસોને પીડિતોએ પણ આવકાર્યા હતા. લોકોએ સાઇબર ક્રાઈમ દ્વારા ફસાયેલા નાણાં પરત અપાવતા ખુશી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર