રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

થરાદની શોભા વધારતા ફોરલેન માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં; વાહન ચાલકો પરેશાન

થરાદની શોભા વધારતા ફોરલેન માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં; વાહન ચાલકો પરેશાન
થરાદ નગરના હાઇવે વિસ્તારના સોસાયટીઓના રહીશોને વર્ષોથી માંગણી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈપણ કામગીરી નહીં કરાતાં વરસાદ વખતે મુખ્ય હાઇવે પર પાણીનો ભરાવો થવા પામ્યો છે. જેના કારણે એક સાઇડનો વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડતા શોભા વધારતા નવા રોડ પાછળ ખર્ચાયેલા રૂપિયા પાણીમાં ગયાનો તર્ક પણ લોકોમાં ચર્ચાતો જોવા મળ્યો હતો. થરાદમાં આશરે 35.88 કરોડના ખર્ચથી પાણીના ટાંકાથી નર્મદા કેનાલ સુધીનો ફોરલેન નવો રોડ બંન્ને બાજુ સર્વિસ રોડ, વચ્ચે ડિવાઇડર અને સર્વિસ રોડ પછી પણ બે બાજુ લોખંડની મજબુત ઝાળીઓ વચ્ચે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ હાઈવે પર માં હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં નહીં આવતા આ સમસ્યા યથાવત રહેવા પામી છે. અને પરિસ્થિતિ એ છે કે છેલ્લા પડી રહેલા વરસાદમાં અગાઉની જેમ ઢીંચણ સમા પાણીનો ભરાવો થવા પામ્યા છે. જેના કારણે નાના વાહનો ફસાવવાના બનાવો પણ બની રહ્યા છે. અને પાણીના કારણે નાના વાહનોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. રોડ ઉપર ભરાયેલા પાણીમાં ડૂબી જાય એટલો ભરાવો થતા વહીવટી તંત્રને હાઇવે ચાર રસ્તા પર ઉભા રહીને એક સાઈડનો વાહન વ્યવહાર કરાવવાની પણ ફરજ પડી હતી. જોકે અગાઉની રહીશોની માંગ અને નગરપાલિકાની ચેતવણી છતાં પણ આરએન્ડબી વિભાગ દ્વારા આખા આડા કામ કરતા આજે નગરના રાહદારીઓ વેપારીઓ અને રહીશો વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આથી નગરજનોમાં પણ સરકારે એક શુભ આશયથી આપેલા રૂપિયા તંત્રની બેદરકારીને કારણે પાણીમાં ગયા હોવાનો તર્ક પણ ચર્ચાસ્પદ બન્યો હતો.

સંબંધિત સમાચાર