રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 મે, 2025| Super Admin

પાલનપુરમાં કાફેની આડમાં કપલ બોક્ષ; પોલીસ વડા કડક હાથે કામ લેવા તાકીદ કરે

પાલનપુરમાં કાફેની આડમાં કપલ બોક્ષ; પોલીસ વડા કડક હાથે કામ લેવા તાકીદ કરે

બનાસકાંઠા જિલ્લામાં કાફેની આડમાં ચાલતા કપલ બોક્ષના દુષણ સામે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે પાલનપુરમાં કાફેની આડમાં અનૈતિક પ્રવૃતિઓ ધમધમી રહી હોવાની બુમરાણ મચી છે. ત્યારે જિલ્લા કલેકટરના જાહેરનામાંનો કડક અમલ કરવાની માંગ ઉઠી છે. પાલનપુર ન્યુ એસ.ટી.બસ પોર્ટ સહિતના સ્થળોએ ચાલતા કેટલાક કાફેમાં અસામાજિક તેમજ અનૈતિક પ્રવુત્તિઓ ચાલતી હોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાફેમાં સીસીટીવી કેમેરા તેમજ કપલ બોક્ષ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે ગતરોજ ન્યુ એસ.ટી. બસપોર્ટના બીજા માળે આવેલ ધ લીટલ લવ કાફે સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી હતી. જોકે, પોલીસે માત્ર જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી આત્મ સંતોષ માન્યો હતો. કારણ કે, ફરિયાદ બાદ પણ કાફે ધમધમતુ જોવા મળ્યું હોવાની રાવ ઉઠી હતી. આમ, પોલીસની રહેમ નજર તળે જ કાફે ચાલતા હોવાની બુમરાણ મચી છે. વળી, પોલીસ દ્વારા જાહેરનામાંનો પણ કડક અમલ કરાતો ન હોઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું પણ નામ માત્રનું રહી ગયું હોવાની રાવ ઉઠી છે. ન્યુ બસ પોર્ટમાં પોલીસ ચોકી હોવા છતાં પોલીસના નાક નીચે કાફેની આડમાં ચાલતા ગોરખ ધંધાઓ સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પોલીસને કડક હાથે કામ લેવા તાકીદ કરે તે જરૂરી બન્યું છે.

સંબંધિત સમાચાર