જમીન માલિકો પાસેથી ઝડપી અને સસ્તામાં જગ્યા ખાલી કરાવા માટે કરાઈ રહ્યું છે... દબાણ
કોરિડોર યોજનામાં આવતી માલિકીની જગ્યા સસ્તામાં પડાવી લેવા માટે જમીન માલિકોને યેનકેન પ્રકારે કરાઈ રહી છે હેરાનગતિ
અંબાજી મંદિરના મુખ્ય શક્તિ દ્વારની સામે આવેલી માલિકીની જગ્યાઓ કે જે અંબાજીમાં ચાલી રહેલા કોરિડોર પ્રોજેક્ટમાં સંપાદનમાં આવે છે પરંતુ આ જગ્યાના માલિકો અને જમીન સંપાદન કરનાર એજન્સી વચ્ચે યોગ્ય વળતર બાબતે સહમતિ ના થતા મંદિર ટ્રસ્ટના વહીવટદારએ જગ્યાના માલિકોને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને હેરાન કરીને દબાવ આપવાની ગંદી રાજનીતિ રમી રહ્યા છે.
દુકાન માલિકોની દુકાનો આગળ મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા પતરા લગાવી દેવામાં આવ્યા છે. માલિકોની દુકાનો બંધ કરાવી દીધેલ છે. જેથી તેમની રોજીરોટી પર અસર પડી રહી છે. દુકાન માલિકોનો આક્ષેપ છે કે આ રોડ પર હજુ કોઈ કામ શરૂ ના થયું હોવા છતાં સુરક્ષાના નામે તેમની દુકાનો આગળ પતરાની આડાશો મૂકી તેમને જગ્યા આપી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત અને ફક્ત જે જગ્યા માટે જમીન સંપાદન એજન્સી સાથે સહમતિ બની નથી તે જગ્યા આગળ જ આ પ્રકારની પતરાની આડાશો મૂકવામાં આવી છે. અને તે સિવાયની દુકાનો છે તેમના આગળ પતરાની આડશ ના મૂકી ખુલ્લું રાખવામાં આવી છે. 
અંબાજી મંદિર અને અધિક કલેકટર પોતાના હોદ્દાની રૂએ સત્તાનો આ પ્રકારનો ખોટો દુરુપયોગ કરી અને જમીન માલિકોને ડરાવવાનો અને ખોટો દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું ચર્ચાય છે કે તેઓ જમીન માલિકો પર દબાણ કરી અને જમીન સંપાદન કરનાર એજન્સીને ફાયદો કરાવવાની કોશિશ કરી રહ્યા હોય એવું લાગે છે. આ બાબતે બનાસકાંઠા કલેક્ટર અને સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને સત્તાનો દુરુપયોગ થતો અટકાવવામાં આવે તેવી જમીન માલિકોની માંગણી છે રાજ્ય સરકાર દ્વારા જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ જમીન માલિકોની માંગણી છે.





