રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જુલાઈ, 2026| Super Admin

હારીજના ઝાપટપરાનું નામ ઈસ્માઈલપરા કરાતાં વિવાદ સજૉયો

હારીજના ઝાપટપરાનું નામ ઈસ્માઈલપરા કરાતાં વિવાદ સજૉયો

વસતીના સમીકરણો બદલાયા, સરકારી રેકોર્ડમાંથી જૂનું નામ હટાવી નવું નામ ચડાવાયું

વિવાદ સજૉતા SDMએ મામલતદારને ખરાઈનો આદેશ કર્યો

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આવેલા પરંપરાગત 'ઝાપટપરા' વિસ્તાર આવેલો છે. આ વિસ્તારનું નામ સત્તાવાર મંજૂરી વગર બદલીને સરકારી કાગળો પર 'ઈસ્માઈલપરા' કરી દેવામાં આવ્યું છે.જેના પગલે સ્થાનિક રહીશો અને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વે દરમિયાન આ બાબત પ્રકાશમાં આવી હતી. રહીશોના વિવિધ મહત્વના સરકારી દસ્તાવેજોમાં જૂના નામની જગ્યાએ નવું નામ ઉમેરાઈ ગયું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારનું નામ બદલવા માટે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારની સત્તાવાર દરખાસ્ત કે ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી.રહીશો દ્વારા ક્યારેય આવી કોઈ માંગણી પણ કરવામાં આવી નહોતી. આમ છતાં, સરકારી રેકોર્ડ પરથી જૂનું નામ હટાવીને નવું નામ કયા આધારે ચડાવવામાં આવ્યું તે અંગે તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં અગાઉ માત્ર હિન્દુ સમુદાયના લોકો જ વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં વસ્તીના સમીકરણો બદલાયા હતા. ચોક્કસ તત્વો દ્વારા વહીવટી તંત્ર સાથે મિલીભગત કરીને આ નામ બદલી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નામમાં થયેલા આ ફેરફારને કારણે રહીશોને વહીવટી સ્તરે પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ગંભીર મામલે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. નાયબ કલેક્ટર એ જણાવ્યું હતું કે, હારીજ તાલુકાના વિસ્તારના નામ ફેરફાર બાબતની ઘટના ધ્યાને આવી છે. આ અંગે પ્રાંત અધિકારી (સમી) તથા મામલતદાર (હારીજ)ને જરૂરી ખરાઈ કરી તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમની કક્ષાએથી વિગતવાર તપાસ કરીને નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ રજૂ થયો નથી

નામ બદલવા પાછળના ચોક્કસ કારણો કે આધાર અંગે પૂછતાં નાયબ કલેક્ટરે ઉમેર્યું હતું કે, આ અંગેની વિગતો હાલ ઉપલબ્ધ નથી અને મામલતદાર પાસેથી હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ રજૂ થયો નથી. જોકે, તપાસના આદેશ આપી દેવાયા હોવાથી અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે." હાલમાં સરકારી તંત્ર આ મામલે જવાબદારો સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

સંબંધિત સમાચાર